News of Thursday, 13th November 2025
બુટલેગરનો દારૂના હિસાબ અંગે જુનાગઢ જેલમાંથી ઉનાના ધારાસભ્યને પત્રથી હલચલ
બે મહિના પહેલા લખાયેલો લેટર વાયરલ થતાં ચકચાર, ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: ઉના તાલુકાના ઉમેજ ગામનો બુટલેગર ભગા ઉકા જાદવે જુનાગઢ જેલમાંથી ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધિ બે મહિના પહેલા દારૂના હિસાબ અંગે લખેલો પત્ર વાયરલ થતાં હલચલ મચી ગઈ છે.
ઉમેજ ગામના ભગા જાદવ સામે ૧૦થી વધુ દારૂના કેસ નોંધાયા છે તાજેતરમાં ગીર ગઢડાના બેડીયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે દરોડો પાડી તેની વાડીના ભોયરામાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યા બાદ હાલ તે જુનાગઢ જિલ્લા જેલમાં છે. તેની સામે ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલ છે.
ભગા ઉકા જાદવે ગઈ તારીખ ૧૦ સપ્ટેમ્બરના રોજ જુનાગઢ જેલમાંથી લખેલો મનાતો એક પત્ર ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને લખ્યો હતો. આ લેટર બે મહિના પછી એટલે કે ગઈ તારીખ ૧૦ નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
કહેવાતા પત્રમાં લખાયું છે કે, ‘જેલમાં સનખડાનો યોગેશ રાઠોડ અધંધા મારી સાથે છે અને તેના ગામના સરપંચ રવિ રાઠોડ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાથી તેનો હિસાબ સમજવાનો બાકી હોઈ જામીન મળ્યે તમારી પાસે આવી જે બાકી છે તે તમને પરત આપી દેશું. આ ધંધામાં સાથે મળીને ૧૩થી વધુ વખત દમણથી દારૂ મંગાવ્યો છે અને તેના ૨૯ લાખના હિસાબનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો છે.
આ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, એલસીબીના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ગીર સોમનાથમાં ફરજ બજાવતા હતા ત્યારે તેનો ફોન આવેલો કે હમણાં દારૂનું કટિંગ નહીં. એ દરમ્યાન સવારે એસએમસીએ રેડ કરી હતી. આ દારૂના ધંધામાં તમે અમારા બરાબરના ભાગીદાર છો. ભાજપના ધારાસભ્ય વિરૂધ્ધ આવા ખુલ્લા આક્ષેપો કરાયાનું વાયરલ થતાં ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાર શિયાળાના પ્રારંભે જ ગરમાવો આવી ગયો છે.
આ કથિત પત્રનું આ અખબાર સમર્થન કરતું નથી. પરંતુ તંત્રએ તપાસ કરી પત્ર બે મહિના બાદ કેમ વાયરલ થયો સહિતના મુદા બહાર લાવવા જોઈએ.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
