તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ભાડલા પોલીસે ર.૬૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના ૩ શખ્સોને ઝડપી લીધા
જયદીપ દલસાણીયા, અજય મકવાણા અને પ્રકાશ ગુજરાતીની ૧૧.૭૩ લાખના મુદામાલ સાથે ધરપકડ

રાજકોટ તા. ૧૩: ભાડલા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના ત્રણ શખ્સોને રૂા. ૧૧.૭૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
વિજયસિંહ ગુર્જર પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય, એ દારૂ તથા જુગારની પ્રવળતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. પરમાર સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ તપાસ માં રહી દહિંસરાથી કુંદણી ગામ તરફ જવાના કાચા રસ્તે. રાજાવડલા ગામ તરફ જતા રસ્તા પાસે ગે.કા. રીતે, પાસ-પરમીટ વગર મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ રજી. નં.-જી.જે. ૩૩ કે ૧૧૨૦ તેમજ મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ રજી. નં.-જી.જે. ૦૩ એન.કે. ૫૮૬૬ માં ઇંગ્લીશ દારુની હેરાફેરી કરતા (૧) જયદીપ ફુલભાઇ દલસાણીયા, ઉ.વ.૨૭, રહે. રાજકોટ. કોઠારીયા મેઇન રોડ, શ્વાતી પાર્ક, શેરી નં.-૩, બ્લોક નં.-૧૯ (૨) અજય ભીખુભાઇ મકવાણા, ઉ.વ.૨૬, રહે. રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, શ્વાતી પાર્ક, શેરી નં.-૧, બ્લોક નં.-૬૪ (૩) પ્રકાશ પ્રવિણભાઇ ગુજરાતી ઉ.વ.૨૩, રહે.રાજકોટ, પુનીત નગર, આશાપુરા મંદિર પાસે, ક્વાર્ટર નં.-૪૧૪, તા.-જી.-રાજકોટને વિદેશી દારૂ કિ. ર.૬૧ લાખ, બે કાર તથા મોબાઇલ મળી ૧૧.૭૩ લાખના મુદામાલ સાથે ઝડપીફ લીધા હતા.
આ કાર્યવાહી ભાડલાના પો.ઇન્સ. કે.વી.પરમાર, ખ્લ્ત્ અંકિતકુમાર ગામીત ણ્ઘ્ મહિપત ઝાંબુકિયા તથા ણ્ઘ્ નિલેશભાઇ ઝાપડીયા સહિતના સ્ટાફે કરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
