તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ગોંડલના ગોમટા ફાટક નજીક ટ્રેન નીચે પડતું મુકી રામોદના શિક્ષકનો આપઘાત
આપઘાતના કારણ અંગે તપાસઃ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા. ૧૩: ગોંડલ વહેલી સવારે ૮ વાગ્યા આસપાસ રામોદના સરકારી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગોમટા ફાટક થી વીરપુર બાજુ આશરે બે કિલોમીટર દૂર રાજકોટ - વેરાવળ પેસેન્જર ટ્રેન નં - ૫૯૪૨૨ નીચે મૂળ મોવિયાના હાલ રામોદ શિક્ષક તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ ગિરધરભાઈ કાલરીયા (ઉ.વ. ૪૭) નામના શિક્ષકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મળતકના મળતદેહને પી.એમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતક શિક્ષકને સંતાનમાં ૧ દીકરો અને એક દીકરી છે. શિક્ષક નીતિનભાઈ એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે શિક્ષકે કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
