તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
દેવભુમી દ્વારકાના પ્રસિધ્ધ જયોર્તીલીંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદીરના પુજારીઓ સામે ગંભીર આક્ષેપો
ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં પ્રાંત અધિકારી અમોલ આવટે સમક્ષ સરપંચોની રજુઆતો

(વિનુભાઇ સામાણી-આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) દ્વારકા-ઓખા, તા., ૧૩: દેવભુમી દ્વારકા જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને જયોર્તીલીંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદીરના પુજારીઓ સામે ધારાસભ્ય પબુભા માણેક અને સરપંચો દ્વારા પ્રાંત અધિકારી અમોલ આવટેને આવેદન પત્ર પાઠવીને યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ દ્વારા યાત્રિકો સાથે ધર્મના નામે અયોગ્ય આચરણ અને લૂંટ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
ગામલોકો અને યાત્રિકોનું કહેવું છે કે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજારીઓ યાત્રિકો પાસેથી મનમાની રીતે પૈસા વસૂલ કરે છે. આરતી, અભિષેક કે વિશેષ પૂજા માટે અનેકગણી રકમ વસુલાતી હોવાના આક્ષેપો છે. ધર્મસ્થળે શ્રદ્ધાળુઓની ભાવનાઓનો લાભ લઈ કેટલાક પૂજારીઓ દ્વારા ધર્મના નામે વધુ રૂપીયા લેવાતા હોવાની ફરિયાદો ઉઠી છે.
યાત્રિકોનો આક્ષેપ છે કે મંદિર પ્રાંગણમાં વ્યવસ્થાનો પુરતો અભાવ છે, સ્વચ્છતા, શિસ્ત અને ધાર્મિક શાંતિની જગ્યાએ અયોગ્ય વર્તન અને ભીડનો ત્રાસ જોવા મળે છે.
આક્ષેપો મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ અનિયમિતતાઓ પર કોઈ પગલાં લેવામાં આવતા નથી. સરપંચોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને મંદિરની વ્યવસ્થા અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવા, પૂજારીઓની હિસાબી કાર્યવાહી કરવા અને યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે કડક પગલાં ભરવા માંગ કરી છે.
ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે નાગેશ્વર જેવા આંતરરાષ્ટ્રીય યાત્રાધામનું નામ ખરાબ થાય તેવી પ્રવળત્તિ સહન નહીં કરવામાં આવે. તેમણે સ્થાનિક સ્તરે તરત તપાસ શરૂ કરવા કહ્યું છે.
નાગેશ્વર મહાદેવ મંદિર દેવભૂમિ દ્વારકાનું અતિપ્રાચીન અને ઐતિહાસિક મંદિર ગણાય છે. દર વર્ષે હજારો યાત્રિકો અહીં દર્શનાર્થે આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂજારીઓના આ વર્તનને કારણે મંદિરની પ્રતિષ્ઠા ઉપર પ્રશ્નચિホ ઉભું થયું છે.
ગામલોકોમાં રોષ છે કે જે ધર્મસ્થળ લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક હોવું જોઈએ પરંતુ અહિં ધર્મના નામે વધુ પૈસા લેવાઇ રહયા છે.
પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસના આદેશો આપ્યા હોવાનું જાણવા મળે છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
