તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 13th November 2025
સાવરકુંડલા અને રાજકોટના શખ્સોએ રૂપિયા ૮૫,૦૩,૪૨૦નું સાયબર ફ્રોડ કર્યું
ચોરીના રૂપિયા હોવાનું જાણવા છતા અલગ અલગ ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી એકબીજાએ મદદગારી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩: સાવરકુંડલામાં ઈમ્તિયાજ નીજમભાઈ ભટો, અમન અબ્દુભાઈ ચાંદ તથા આમીર રહે. રાજકોટવાળાએ સાથે મળી સાયબરફ્રોડના કુલ રૂા. ૮૫,૭૮,૩૩૩ સગેવગે કરવા ઈમ્તિયાજભટી રહે. સાવરકુંડલાવાળાનાનામે સાવરકુંડલા બેંક ઓફઈન્ડિયામાં બેંકખાતુ ખોલાવી જેમ્યુલ ખાતાનં. ૨૭૪૭૧૦૧ ૧૦૦૦૦૯૯૪૩ નો ઉપયોગ કરી આ મ્યુલ ખાતામાં સાયબર કોડના રૂપિયા જમા થતા હોવાનું જોવા છતા પોતાના આર્થિક ફાયદા સારુ ઈમ્તિયાજ ભટી નામથી બેંક ઓફ ઈન્ડિયા ખાતા નં. ૨૪૪૭૧૦૧૧૦૦૦૦૯૯૪૩ વાળા મ્યુલખાતામાં તા. ૧-૮-૨૫થીતા.૧૦-૯-૨૫ સુધીમાં સાયબર ફોડના કુલરૂા. ૮૫,૭૮, ૩૩૩ રૂપિયા જમા કરાવી સદર રૂપિયા ચોરીનાહોવાનું જાણવા છતા આરોપી પોતે ઓપરેટ કરતા બેંકખાતામાં મેળવી સદર મ્યુલખાતામાંથી રૂા. ૮૫,૦૩,૪૨૦ એનએફ્ટી, આઈએમપીએસ,યુપીઆઈ મારફતે આમીર રહે.રાજકોટવાળાએ અલગ અલગ ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સગેવગે કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની સાવરકુંડલાના પી.એસ.આઈ. આર.આર.ગળચરે ફરિયાદ નોંધાવી છે.
કેરીયાચાડ ગામે યુવાન ઉપર હુમલો
અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે રહેતા મનિષભાઈ મહેશભાઈ ડાભી ઉ.વ. ૨૪ને સાગર અનીભાઈ બતાડા સાથે અગાઉ માથાકુટથયેલ.જે મનદુઃખ રાખી મનિષભાઈ તથાતેની સાથેના પોતાનુંબાઈ કલઈ મામાના ઘરેસ્પીકર મુકવાજતાહતા. તેદરમ્યાન સાગર અનીભાઈ બતાડા રસ્તામાં બરણી લઈને ઉભેલ હોય.જેબરણી મનિષભાઈને કપાળમાંતથા માથાના ભાગે મારમારી જમણા ગાલનીદાઢીએ કડું મારી મનિષભાઈની સાથેનાને વાસાના ભાગે બરણી મારી ઈજા કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધારીના મોણવેલ સીમમાં ધમકી
ધારી તાલુકાના મોણવેલ ગામમાં ઉગાબાપુની સીમ તરીકેઓળખાતી સીમમાં વિનુભાઈ શંભુભાઈ ગોંડલીયા ઉ.વ.૫૭ તથા મથુરભાઈ વિરજીભાઈ ગોંડલીયા, ભીખુભાઈ વિરજીભાઈ ગોંડલીયાનાવડિલો પાર્જીતજમીનોનાભાઈ એભાગ પડેલ હોય. જે વાડીઓમાં જવા આવવાનો રસ્તો મથુર વિરજીભાઈ ગોંડલીયાની વાડીમાંથી જતો હોય. જે રસ્તેથી ચાલવાની બાબતમાં વિનુભાઈ તથા સામાવાળા તેના કુટુંબીઓને છેલ્લા છ મહિનાથી મનદુઃખ ચાલતું હોય. જેના કારણે તા. ૧૧-૧૧-૨૫ ના સાંજના પ વાગ્યે વિનુભાઈ તથા તેના પત્નિ દયાબેન રસ્તાની વચ્ચે તેમની પાણીની પાઈપ લાઈન સરખી કરતા હતા. તે દરમ્યાન મથુર અનેભીખુએ આવી પતિપત્નિને જેમફાવે તેમ ગાળો બોલી દયાબેનને ધકકો મારી પછાડી દઈ ભીખુએ વિનુભાઈને પાઈપ લઈ મારવા દોડી બંને આરોપીઓએ હવે આ રસ્તેથી ચાલ્યા છો તો પતાવી દઈશું તેમ ધમકી આપી એક્બીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લોઠપુર ગામે પ્રૌઢ ઉપર હુમલો
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે કોવાયા રોડ ઉપર હમીરભાઈ ઉકાભાઈ લુલી ઉં.વ.૫૧ ના દિકરાને માલઢોર સાઈડમાં લઈ લે. તેવું કહી બાબુ વાસુરભાઈ,વિજય બાબુભાઈ, લાલા બાબુભાઈ ધાખડાએ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા બાબુએ હમીરભાઈને ધારીયું લઈ મારવા દોડી વિજય અને લાલાએ છરી વડે હાથની આંગળીઓમાંઈજાપહોંચાડી વિજયઅને લલાએહમીરભાઈ નાદિરાને ઢીકાપાટુંનો મુંઢ મારમારી ધીરૂ તથા ઉદય અને બે અજાણ્યા શખ્સોએ હાથમાં ધોકા લઈહમીરભાઈના ડેલા ઉપર ધોકા મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એક્બીજએ મદદગારી કરી ગુનો કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
