<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દિકરાને આરોપીના પત્‍નિ સાથે પ્રેમસબંધ હોવાનું મનદુઃખ રાખી રાજુલા તત્‍વજયોતિ વિસ્‍તારમાં બે જૂથ વચ્‍ચે ધીંગાણું

પાઈપ, છુટા પથ્‍થરના ઘા મારી ઘરમાં અપપ્રવેશ કરી હુમલો કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩: રાજુલા તત્‍વજયોતિ વિસ્‍તારમાં કળણાલભાઈ શાંતિભાઈ ચૌહાણ ઉ.વ.૧૭ના કાકાના દિકરાવિશાલભાઈ ધીરૂભાઈ ચૌહાણને આરોપી સતિષ કિશોરભાઈ સોલંકીનાપત્‍નિ સાથે પ્રેમસબંધ હોવાની આરોપીઓએ શંકા અનેમનદુઃખ રાખીરોહિત અશોકભાઈ, અમન કૈલાસભાઈ, અલ્‍પેશ કિશોરભાઈ,  બાદલ કૈલાસભાઈ, શૈલેષ અશોકભાઈ, ગોપી કિશોરભાઈ, સોનુ કિશોરભાઈ, સતિષ કિશોરભાઈ, સુજલ રાજુભાઈ,અશ્વિન બાબુભાઈ સોલંકી, સુનિલ મનસુખભાઈ ચુડાસમાએ એક સંપ કરી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી કુણાલભાઈ તથાતેના કુટુંબીઓસાથે ઝગડો કરી જેમફાવે તેમ ગાળો બોલી કુણાલભાઈને રોહિતે ડાબા હાથે પહેલી આંગળીમાં પાઈપ મારી મુંઢ ઈજા કરી કુણાલભાઈ તથા તેના કુટુંબીઓને આરોપીઓએ છુટા પથ્‍થરના ઘા મારી મુંઢ ઈજાઓ કરી હુલ્લડ કરી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે રોહિતભાઈ અશોકભાઈ સોલંકી ઉ.વ.૨૩ ના મોટા બાપુના દિકરાની પત્‍નિ સાથે આરોપી વિશાલ ધોરૂભાઈ ચૌહાણને પ્રેમસબંધ બાંધેલ હોય.અને રોહિતભાઈના મોટા બાપુનાદિરાને લગ્નજીવનબરબાદ કરતો હોય. જેથી રોહિતભાઈ તથા તેના પરીવારના સભ્‍યો આરોપીઓના થરે ઠપકો આપવા ગયેલ. તે દરમ્‍યાન વિશાલ ધીરૂભાઈ ચૌહાણ, પ્રકાશ બાબુભાઈ ચૌહાણ, કળણાલ શાંતિભાઈ સોલંકીએ ઉશ્‍કેરાઈ રોહિતભાઈ તથા તેના તેના કુટુંબીઓને ગાળો બોલી ધર્મેશ ધીરૂભાઈ સોલંકીએ તલવાર વડે રોહિતભાઈ તથા તેના કુટુંબીઓને મારવાનો પ્રયાસ કરી મનોજ ધીરૂભાઈ સોલંકી, સુનિલ ધીરૂભાઈ, અંક્‍તિ ધીરૂભાઈ સોલંકી, કિશોર બાબુભાઈ ચૌહાણ, રવિ શાંતિભાઈ ચૌહાણ, હરેશ લાભુભાઈ ચૌહાણ, અજય બાબુભાઈ ચૌહાણ સહિતે રોહિતભાઈ તથા તેના કુટુંબીઓને છુટા પથ્‍થરના ઘા કરી રોહિતભાઈના પિતાજીને વાસાના ભાગે ઈજા કરી આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હુલ્લડ કરી ગુનાહિત ઘરમાં અપપ્રવેશ કરી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(12:20 PM IST)