તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
જેતપુર પાસે કારખાનામાંથી ૧.૪૦ લાખની ચોરી કરનાર બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
પકડાયેલ તસ્કર બેલડી પૈકી અંકિત અગાઉ ૪ ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૩: જેતપુર પાસે કારખાનામાંથી ૧.૪૦ લાખની રોકડની ચોરી કરનાર તસ્કર બેલડીને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.
ગઇ તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ રાજાણી ચા નામના કારખાનામાં કોઇ અજાણ્યા ચોર ઇસમે કારખાનાની દીવાલ ટપી ઓફીસની બારીનો સળીયો કાપી ઓફીસ અંદર પ્રવેશી ઓફીસમા ટેબલના ખાનાના લોક તોડી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૧,૪૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયેલ જે અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર એ સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઈન્સ. એચ.સી.ગોહીલ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ, ઈન્સ. આર.વી. ભીમાણી તેમજ પો.હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા તથા અરવિદસીંહ જાડેજા નાઓને હ્યુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા આ ગુનામાં મો.સા. રજી.નં-જીજે-૧૩-બીએ-૧૨૭૮ વાળાનો ઉપયોગ થયેલ હોવાની માહીતી મળી આવેલ જે માહીતી આધારે (૧) અંકીત સ/ઓ મહાદેવભાઇ ઉર્ફે કુમારભાઇ વિકાણી રહે.મોરબી લીલાપર રોડ આવાસ યોજના સરકારી કવાટર્સ ને.બી/૧૪ મુળ ગામ રામપર તા.ટંકારા તથા (૨) રાહુલ સ/ઓ મહાદેવભાઇ ઉર્ફે કુમારભાઇ વિકાણી રહે.મોરબી લીલાપર રોડ આવાસ યોજના સરકારી કવાટર્સ નં.બી/૨૦૧ મુળ ગામ રામપર તા.ટંકારા ને પકડી પાડી પુછતાછ કરતા બન્નેએ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને તેની પાસેથી રોકડ રૂપિયા ૯૦,૦૦૦/-, ચોરીમાં ઉપયોગમાં લેવાના સાધનો ડીસમીસ, કિ.રૂ.૫૦/-, મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૫.૫૦૦/-, મોટાર સાયકલ રજી.નંબર જીજે-૧૩-બીએ-૧૨૭૮ કી.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ ૧,રપ,પપ૦ નો મુદામાલ કબજે કરાયો હતો.
પકડાયેલ તસ્કર બેલડી પૈકી અંકિત સામે અગાઉ રાજકોટ, જામનગર તથા ગોંડલમાં ૪ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી. અનીલભાઈ બડકોદીયા, જયવિરસીંહ રાણા, પો.હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, દિવ્યેશભાઈ સુવા,વાઘાભાઇ આલ, કૌશીકભાઈ જોશી, તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડીયા, તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
