તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
હલકી ગુણવત્તાનું ભોજન અને દીવાલની બિસ્માર હાલત : જૂનાગઢ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓમાં ભારે આક્રોશ
વિદ્યાર્થિનીઓનાં રોષ બાદ કલેક્ટરે છાત્રાલયની મુલાકાત લીધી:તેમણે કહ્યું કે, તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે અને વોર્ડન બહેનનો ખુલાસો પણ પુછાશે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે

જુનાગઢમાં આવેલ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય વિવાદમાં સપડાયું છે. ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સાથે જ રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ છે. વિદ્યાર્થિનીઓનાં રોષ બાદ કલેક્ટરે છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે અને વોર્ડન બહેનનો ખુલાસો પણ પૂછવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે. કમિટીનો રિપોર્ટ સમાજ કલ્યાણ અધિકારીને સોંપાશે. રિપોર્ટ યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થશે.
જુનાગઢમાં આવેલ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ છાત્રાલયમાં થતી હાલાકી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે. સાથે જ રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં છે. ગઈકાલે સાંજે વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓનાં વિરોધ બાદ સમાજ કલ્યાણ અધિકારી છાત્રાલય પહોંચ્યા હતા અને હવે વિદ્યાર્થીનીઓને તકલીફ નહીં પડે તેવી ખાતરી પણ આપી હતી.
આ મામલે સામે આવતા આજે બપોરનાં સમયે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયા છાત્રાલય પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી. દરમિયાન, મીડિયા સાથે વાત કરતા કલેક્ટરે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને ખામી દેખાશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે. વોર્ડન બહેનનો ખુલાસો પણ પૂછવામાં આવશે. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે અને આ કમિટી સામાનનું ચેકિંગ કરશે. કમિટીનો રિપોર્ટ સમાજ કલ્યાણ અધિકારીને સોંપાશે. સાથે જ ભોજનની ક્વોલિટીનો રિપોર્ટ પણ કમિટી સોંપશે. રિપોર્ટ યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
