<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

કાલાવડ બી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન જસાપર ખાતે યોજાયું

બાળ વૈજ્ઞાનિક દ્વારા ૪૮ કૃતિઓ રજૂ કરવામાં આવી:ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સ્કૂલોને સન્માનિત કરવામાં આવ્યા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.14 જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર સંચાલિત વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત થીમ આધારિત કાલાવડ બી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 જસાપર ખાતે યોજવામાં આવ્યું હતું. 

આ મેળામાં કાલાવડ તાલુકાની સી.આર.સી. કક્ષાએ પસંદ થયેલ કુલ 48 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં તેમને તેમની સ્કૂલના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઈકો ફ્રેન્ડલી ખેતી,સહેલી રીતો દ્વારા ગણિત એન્ટી ડાયાબિટીક,યુઝફુલ ક્રિએશન ફ્રોમ વેસ્ટ પ્લાસ્ટિક,ઉચક નિચક દ્વારા વૃક્ષોને પાણી સિંચન જેવી વિવિધ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 

આ પ્રદર્શનમાં કાલાવડ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજભા જાડેજા,જસાપર ગામના સરપંચ ગૌરવભાઈ,કાલાવડ તાલુકાના સી.આર.સી કો-ઓર્ડીનેટર,કાલાવડ તાલુકા સ્કૂલના શાળાના આચાર્યો, બ્લોક સેન્ટરનો સ્ટાફ શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષા માટે પસંદ થયેલ કૃતિ અને સ્કૂલને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ખરેડી તાલુકા શાળા,વ્રજ કુંવર કન્યા વિદ્યાલય,શહીદ વીર હિતેન ઠેસિયા સ્કૂલ,વિભાણીયા પ્રાથમિક શાળા અને જસાપર પ્રાથમિક શાળાની કૃતિ પસંદ થઈ હતી.

બી.આર.સી કો-ઓર્ડીનેટર બીપીનભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ,આમંત્રિત મહેમાનો અને શિક્ષકો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ બીપીનભાઈ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા જસાપર સ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ સાંગાણી,શિક્ષકો, સી.આર.સી અલ્પેશભાઈ ફળદુ, પૃથ્વીસિંહ સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શ્રી શહીદ વીર હિતેન ઠેશિયા સ્કુલના શિક્ષક ભાવિનભાઈ ઠેસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(9:43 AM IST)