તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
કચ્છમાં અદાણી ખેડૂતોનો વિવાદ: પોલીસે ૨૦૦ ખેડૂતોની અટકાયત અને નાકાબંધી કરતા વાંઢીયામાં મહાસભા ન થઈ શકી : જુઓ વિડીયો
સરકાર અને તંત્ર સામે ખેડૂતોનો આક્રોશ, અદાણી કંપનીના ઈશારે સભા ન થઈ હોવાનો આક્ષેપ, બળજબરી સામે ખેડૂતો ઝૂકશે નહીં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છના વાંઢીયા ગામે અદાણી કંપની અને ખેડૂતો વચ્ચે ચાલતો વિવાદ પોલીસ કાર્યવાહી અને ખેડૂત પરિવારની અટકાયતને કારણે હવે સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગઈકાલે ખેડૂત મહાસભા પૂર્વે જ ૨૦૦ થી વધુ ખેડૂતોની અટકાયત કરી પોલીસ તેમને સામખિયાળી, લાકડીયા અને ભચાઉ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ ઉપરાંત નાકાબંધી કરી દેવાઈ હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને જાહેરસભા અને ધરણાંનું આયોજન પોલીસે નિષ્ફળ બનાવ્યું હોવાનો આક્ષેપ કિસાન સંઘે કર્યો છે. સરકાર અને તંત્ર અદાણી કંપનીના ઈશારે કામ કરી રહ્યા હોવાનો આક્રોશ ખેડૂતોમાં છે. ખેતરમાં ૭૬૫ કેવી હેવી વીજલાઈન અને વીજ ટાવર નાખવાથી ભવિષ્યમાં ખેતીને નુકસાન જશે ખેડૂતોની ખેતી ઘટતા આવક ઉપર અસર થશે. એટલે ખેડૂતોની માંગ છે કે અદાણી કંપની બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવે. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ હુંકાર કર્યો છે કે, દાદાગીરી અને દમન સામે ખેડૂતો ઝૂકશે નહીં.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
