તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડની મગફળી હવે તાઇવાન જશે
અમેરિકા બાદ તાઇવાનના વેપારીઓએ મગફળી ખરીદીની ઈચ્છા દર્શાવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૪: સૌરાષ્ટ્રનુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમા તાજેતરમાં જ યાર્ડ અને અમેરિકાના બોર્ડ વચ્ચે MOU કરવામાં આવ્યો હતા, ત્યારે તાઇવાનના વેપારીઓએ પણ મગફળી ખરીદી માટે ઈચ્છા દર્શાવતા ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. તાઇવાનની કોયા બાયોટેક કોર્પોરેશન ગ્રુપના વેપારીઓએ યાર્ડની શુભેચ્છા મુલાકાત કરી હતી અને યાર્ડની પધ્ધતિ, ઓનલાઈન સિસ્ટમ વિવિધ જણસીઓ વગેરેની મુલાકાત કરી આગામી દિવસોમાં વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી કરવા માટે તેઓએ સંમતિ દર્શાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે હાલ તેઓ અમેરિકા દેશ પાસેથી મગફળી ખરીદી કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ભારતથી મગફળી અને ખાસ કરીને ગોંડલ યાર્ડમાંથી મગફળી કરવામાં આવશે તેવા સંકેત આપતા યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું તેનાથી ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થશે. ગોંડલ યાર્ડમાં આવતી મગફળી હવે અમેરિકા બાદ તાઇવાનમા જશે અને તેનાથી ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળશે અને ખેડૂતો ખૂબ જ ફાયદો થશે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
