<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

બાબરાના દેવરીયાનો શખ્‍સ પેડીગા બે લાખનો દારૂ ભરેલ કાર સાથે ઝડપાયો

અમરેલી, તા.૧૪: બાબરા તાલુકાના દેવળીયા ગામે રહેતો અંકીત મનુભાઇ સાનેપરા પોતાના હવાલાની ફોરવ્‍હીલ કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ભરી દેવળીયા ગામેથી હેરફેર કરે છે, જે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલ કાર સાથે પકડી પાડી, બાબરા પોલીસ સ્‍ટેશનમાં અંકીત મનુભાઇ સાનેપરા, ઉ.વ.૨૭, પકડાયેલ મુદ્દામાલમાં પેટી નંગ - ૨૧  કુલ બોટલ નંગ ૨૫૨, કિં.રૂ.૧,૮૬,૨૨૮/, મોબાઇલ ફોન કિં.રૂ.૧૫,૦૦૦/, ફોરવ્‍હીલ કાર GJ-01-HR-4926 કિં.રૂ.૧,૫૦,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૩,૫૧,૨૨૮/ નો મુદ્દામાલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. આર.એચ.રતન તથા હેડ કોન્‍સ. મનીષભાઇ જાની, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, યાસીનભાઇ ચૌહાણ, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે. 

(1:30 PM IST)