News of Friday, 14th November 2025
મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં ફેર એવરેજ કવોલિટીની ગુણવતાની ગાઈડ લાઈનમાં સુધારો કરો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૪: વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં જણાવ્યું છે કે, આ વર્ષે તૈયાર મગફળીના પાક ઉપર માવઠાનો વરસાદ થતા મગફળીની કોલેટીમાં ફેરફાર થતા ખરીદ કેન્દ્રો પર મગફળી રિજેક્ટ થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેવાકે મગફળીમાં વજન, ડેમેજ, દાણા તેમજ સિમળા દાણાના લીધે મગફળી રિજેક્ટ થાયછે જેથી દિલ્લી નાફેડને ફેર એવરેજ કોલેટીની ખરીદી ગુણવતાની ગાઈડ લાઈનમાં સુધારો થાય તો ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાના પ્રશ્નો ખુબ ઓછા રહેશે નીચે મુજબ FAQની ગાઈડ લાઈનમાં સુધારો કરાવવા યોગ્ય
(૧) ડેમેજ તૂટેલા દાણા ૨%ને બદલે ૪% રાખવા.
(૨) ચીમળાયેલા અપરિપક દાણા ૪% ને બદલે ૬% રાખવા.
(૩) બારદાન માં ૩૫ ને બદલે ૩૦ કિલોની ભરતી રાખવી.
ગુજરાતના જગતના તાત ખેડૂતોના વિશાળ હિતમાં ત્વરિત યોગ્ય નિર્ણય અતિ આવશ્યક છે તેમ રિબડીયાએ જણાવ્યું છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
