<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ઓખામાં કોસ્‍ટગાર્ડની જેટી તૂટતા ઇજાગ્રસ્‍ત ૨ કામદારો સારવારમાં

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા.૧૪: ઓખા ખાતે કોસ્‍ટ ગાર્ડની હેઠળ ચાલી રહેલા જેટી નિર્માણના કામ દરમિયાન આજે અચાનક જેટીનો એક ભાગ તૂટી પડતાં અફરાતફરી સર્જાઈ હતી. ચાલુ કામ દરમિયાન થયેલી આ ઘટનામાં કામદારોના જીવ જોખમમાં મુકાયા હતા.

સ્‍થાનિક પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે કામદારો ઇજાગ્રસ્‍ત થયા હોવાનું જાણવા મળ્‍યું છે, જેમને તાત્‍કાલિક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

(11:00 AM IST)