News of Friday, 14th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારો : ગિરનાર ૯ ડિગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળાની અસરમાં વધારો : બપોરે ગરમીનો અહેસાસ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર બાદ બપોરના સમયે ગરમીની અસર વધુ અનુભવાય છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૯ ડિગ્રી, નલીયામાં ૧૩.પ, રાજકોટમાં ૧૪.૬, જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિત જિલ્લામાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૨% થઈ જતા ઠાર વધ્યો હતો અને જેની સાથે ઠંડીનું મોજુ પણ ફરી વળ્યું હતું.
ગઈકાલે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી રહ્યા બાદ આજે પણ સતત બીજા દિવસે પણ સવારે ૧૪ ડિગ્રી ઠંડી રહી હતી. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો ૯ ડિગ્રીએ સ્થિર રહ્યો જેના પરિણામે ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.
સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨%રહેવાની સાથે સવારથી પવનની ઝડપ ૧.૭ કિલોમીટરની રહેતા વાતાવરણ વધુ ઠંડુગાર થઈ ગયું હતું.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ શિયાળાની શરૂઆતનો પ્રથમ મહીનો કારતક માસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ધીમી તથા મક્કમ ગતિએ ઠંડીનું સામ્રાજય જામવા લાગ્યું છે.
વહેલી સવારે તથા રાત્રે રર જેટલું તાપમાન રહેતુ હતું તે ગઇકાલે સવારે ૧૮ જેટલું થઇ જતા વહેલી સવારે નીકળતા દુધવાળા, શાકવાળા તથા શાળામાં સજ્જ થઇને નીકળવા લાગ્યા છે તો શીયાળાની ટાઢ ઉડાડવા કયાંક કયાંક તાપણા પણ શરૂ થઇ ગયા છે. જો કે ગત વર્ષે વધુ ઠંડી પડેલી ન્હોતી. જયારે આ વખતે શરૂઆતથી જ તાપમાન ૧૮ ડીગ્રી જેટલું થઇ જતા આ વખતે વધુ ઠંડી પડવાની પણ સંભાવના મનાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બારા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાણમાન ૧૬ સે.ગ્રે. મહત્તમ ૩૧. સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ગતિ કિ.મી. રહી છે. (૯.૭)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૬.પ
અમરેલી ૧૩.ર
બરોડા ૧પ.૦
ભાવનગર ૧૭.૪
દમણ ૧૮.૬
ડીસા ૧પ.૮
દીવ ૧૬.પ
દ્વારકા ર૧.૦
ગાંધીનગર ૧૪.પ
જામનગર ૧૬.૦
કંડલા ૧૮.૩
નલિયા ૧૩.પ
ઓખા ર૪.૦
પોરબંદર ૧૬.૩
રાજકોટ ૧૪.૬
સુરત ૧૮.૬
વેરાવળ ૧૯.૩
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
