<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ખારાઘોડા ગામે ફાયરિંગ

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ ગુનેગારોમાં ઉડી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓ વધતા સમગ્ર ગુજરાતમાં સુરેન્‍દ્રનગર જિલ્લો ક્રાઈમ રેટમાં મોખરાના જિલ્લાઓમાં સમાવેશ થઈ ચૂકયો છે. ત્‍યારે પાટડીના ખારાઘોડા ગામે વધુ એક ફાયરિંગની ઘટના બની છે.અંગત અદાવતમાં સિરાજ ખાન ભાણજી ખાન મલેક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્‍યા છે મળતી વિગત અનુસાર હાથ બનાવટી દેશી કટ્ટાના હથિયારનો ઉપયોગ કરી ફાયરિંગ કરવામાં આવતા સલીમ સિકંદર કાજી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્‍ત યુવકને વિરમગામ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો છે જોકે આ બાબતની જાણકારી થતા સુરેન્‍દ્રનગર પાટડી પોલીસ દોડી ગઈ હતી.

હાલમાં ફાયરિંગ કરનાર સિરાજ ખાન ભાણજી ખાન મલેક ફરાર બની ગયો છે તેની પણ પોલીસ વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સુરેન્‍દ્રનગર જિલ્લામાં સામાન્‍ય બાબતે બનતી ફાયરિંગની ઘટના પોલીસ વિભાગ માટે પણ ચેલેન્‍જ ઘટનાઓ બની રહી છે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા સુધરે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવે તે જરૂરી બન્‍યું છે બીજી તરફ હાલની પરિસ્‍થિતિમાં થાન બાદ હવે પાટડીમાં પણ ફાયરિંગની ઘટના બનતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.(૨.૨)

 

(11:02 AM IST)