News of Friday, 14th November 2025
જામનગરમાં ખ્યાતિ કાંડ જેવા જ પીએમજેએવાય યોજના અંતર્ગત ચેડા કરનાર ડો.પાર્શ્વ વોરાનુ આ પ્રકરણમા નામ ખુલતા જ ભૂગર્ભમાં ઉતરી ગયા
ડો. પાર્શ્વ વોરાનો પરિવાર પોતાના નિવાસસ્થાને જોવા નથી મળી રહ્યો,આલીશાન બંગલામાં હાલ અલીગઢી તાળું જોવા મળી રહ્યું છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગરમાં ખ્યાતિ કાંડ જેવું જ પીએમજેએવાય યોજના અંતર્ગત ચેડા કરનાર તબીબ પાર્શ્વ વોરા પ્રકરણ ખુલતા જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ત્યારે સમગ્ર ડો. પાર્શ્વ વોરાનો પરિવાર પોતાના નિવાસસ્થાને જોવા નથી મળી રહ્યો. આલીશાન બંગલામાં હાલ અલીગઢી તાળું જોવા મળી રહ્યું છે. એક તરફ ભોગ બનનારા દર્દીઓ ના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સાથી ડોક્ટરોને પણ અંધારામાં રાખી કાંડ કરનાર ડો. પાર્શ્વ વોરા સામે કાનૂની કાર્યવાહી કરવાની મીડિયા સમક્ષ જાહેરાત કરતા સમગ્ર મુદ્દે જેમના પર આરોપ છે. તેવા જામનગરના જાણીતા ડો. એલ.એસ. વોરા ના સસ્પેન્ડેડ ડો. પાર્શ્વ વોરા ભાગી છુટ્યા છે અને તેમના ઘરે પણ તાળા લાગેલા જોવા મળી રહ્યા છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
