<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

રાજકોટના બે, કચ્‍છના ૪ શખ્‍સો તસ્‍કરીમાં ઝડપાયા

કાલાવાડના ટોડા, ટંકારાના મીતાણા ગામની કેબલ ચોરીની કબુલાત

ભાવનગર, તા. ૧૪: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનન, ટોડા ગામે એમ્‍પિન એનર્જી ગ્રીન નાઈન પ્રા.લી કંપનીના સોલાર પ્‍લાન્‍ટ માંથી કેબલ વાયર ૬૫૦૦/-મીટર કેબલ વાયર આશરે કિ.રૂ.એક લાખ ત્રીસ હજાર ની ચોરીનો બનાવ બનેલ હોય તેને શોધી કાઢવા માટે કાલાવડ પોલીસ ઇન્‍સ. પી.જી.પનારા દ્વારા ટીમો બનાવી સદરહુ ગુન્‍હો શોધી કાઢવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જે દરમ્‍યાન પો.કોન્‍સ, અલ્‍તાફભાઈ તારમામદભાઇ સમા નાઓને દેકનીકલ એનાલીસીસ તથા હ્યુમનસોર્સના આધારે સદરહું ચોરીની ગેંગના આરોપીઓની માહીતી મેળવી સ્‍ટાફના એએસઆઇ જી.આઈ.જેઠવા તથા પીસી અલ્‍તાફભાઈ સમા તથા વનરાજભાઈ ગઢાદરા તથા પ્રદીપભાઇ ભંડેરી તથા કુલદીપસિંહ જાડેજા તથા નીરજકુમાર મુંધવા નાઓએ મુદામાલ કબજે લઇ પુછ-પરછ કરતા આરોપીઓએ ટંકારા તાલુકાના મીતાણા ગામે પવનચક્કીમાં કેબલ ચોરીની કબુલાત આપેલ છે.

કબ્‍જે કરેલ મુદામાલઃ (૧) કુલ રોકડા રૂ.૯૮૦૦૦/-, (૨) ચોરી કરવામાં ઉપયોગ કરેલ સાવની કિ.રૂ.૮૫૦/-, (૩) છ મોબાઇલ ફોન જેની કી.રૂ.૨૧,૦૦૦/-, કુલ મુદામાલ ક્રીમત રૂપીયા : -૧,૧૯.૮૫૦/- નો છે.

પકડાયેલ આરોપીઓઃ (૧) ઉગેશભાઈ માધુભાઇ સોલંકી ઉ.વ.૩૯ વધી.શાકભાજી તથા ભંગારનો વેપાર રહે. કુવાડવા રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, શિવ નગર શેરી નં.૧ રાજકોટ મુળ રહે, બડા રીયા ગામ તા.જસદણ, (૨) રવિભાઇ ઇશ્વરભાઈ વાણીયા ઉ.વ.૨૨ ધંધી.શાકભાજી તથા ભંગારનો વેપાર રહે પ્રધુમન નગર, જુના માર્કેટીંગ યાર્ડ પાછળ મનછા નગર રાજકોટ મુળ રહેશમી ગામ દેવીપૂજક વાસ તા.જી.પાટણ, (૩) આલીશા જુસબશા શેખ ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે,હેમલાઈ ફળીયુ, મસ્‍જીદની બાજુમાં અંજાર તા.અંજાર, (૪) રહીમશા જુસબશા શેખ ઉ.વ.૩૬ પધી.મજુરી રહે. હેમલાઇ ફળીયુ, મસ્‍જીદની બાજુમા અંજાર તા. અંજાર, (૫) બિલાલભાઇ ઉર્ફે મોસીન જુસબભાઇ હીંગોરજા ઉ.વ.રર ધંધો મજુરી રહે નવાનગર, રેલ્‍વે સ્‍ટેશન પાછળ, અંજાર, (૬) બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર (શેખ) ઉ.વ.રર ધધો.ડ્રાઇવીંગ રહે.હેમલાઇ ફળીયુ, મરજીદની બાજુમાં અંજાર તા. અંજાર જી.કચ્‍છ-ભુજ મુળ રહે આડેસર ગામ તા.ભચાઉ.

આ કામગીરી પીએસઆઇ આર.બી. ઠાકોર દ્વારા કરવામાં આવેલ છે.

(11:44 AM IST)