<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

જુનાગઢના તપસ્‍વીની રાજયોગીની બ્રહ્માકુમારી દમયંતીદીદીની અંતિમવિધી

 

જૂનાગઢઃ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરિષ્ઠ રાજયોગિની, તપસ્‍વી, સેવાભાવી તથા સૌમ્‍ય સ્‍વભાવની પ્રતિમૂર્તિ, બ્રહ્માકુમારી ગુજરાત જોનના એડિશનલ ચીફ અને જૂનાગઢ જિલ્લા સબજોન ના મુખ્‍યસંચાલિકા બ્રહ્માકુમારી દમયંતીદીદીજીએ શાંતિપૂર્ણ રીતે ઈશ્વરીય યાદમાં પોતાનું દૈહિક જીવન ૧૩ નવેમ્‍બર ગુરુવારે સવારે ૫.૫૦ પૂર્ણ કર્યું છે. દીદીજી વર્ષોથી રાજયોગ દ્વારા આત્‍મિક શક્‍તિનો સંદેશ પ્રસારે છે અને અસંખ્‍ય આત્‍માઓને જીવનમાં શાંતિ,શક્‍તિ અને સૌજન્‍યનો માર્ગ બતાવ્‍યો હતો.દીદીજીનું સમગ્ર જીવન ઈશ્વરીય સેવા,તપસ્‍યા અને માનવ કલ્‍યાણને અર્પિત રહ્યું છે.

રાજયોગીની બ્રહ્માકુમારી દમયંતી દીદી આપનો જન્‍મ ૧૯૪૩ માં ગુજરાત કચ્‍છ (અંજાર) ખાતે થયો. બચપનથી આપ સેવાભાવી, ધર્મ પ્રત્‍યે આસ્‍થા તથા શ્રદ્ધા રહેલી હતી.નાનપણથી આપને મીરાંબાઈ નું જીવન ખૂબ જ હૃદય સ્‍પર્શી હતું. અંદર આપની એક જ દ્રઢ સંકલ્‍પના રહી કે ‘બનવું છે તો મારે મીરાબાઈ જેવું જીવન' બનાવવું છે. લૌકિક ભણતર પૂરું થતાં આપને ૧૯૬૨ માં મુંબઈથી આધ્‍યાત્‍મિક ઈશ્વરીય જ્ઞાનની પ્રાપ્તિ બ્રહ્માકુમારી બહેનો દ્વારા થઈ આપના જીવનની એ મહાનતા હતી કે તુરંત જ મનમાં દ્રઢ સંકલ્‍પ કર્યો  આજીવન પ્રભુ સમર્પિત કરી વિશ્વ કલ્‍યાણ અર્થે જીવન અર્પિત કરી દેવું ૧૯૬૩ માં આપનું જીવન પ્રભુ સમર્પિત કરી દીધું ત્‍યારથી કરીને આધ્‍યાત્‍મિક જીવનયાત્રા શરૂ થતા થતા અનેક ભારત દેશની અંદર શહેરોમાં ભ્રમણ કરતા લોક કલ્‍યાણની સેવા કરી. આપનાં આધ્‍યાત્‍મિક જીવનયાત્રાની શરૂઆત મુંબઈથી શરૂ થઈ અમદાવાદ બિકાનેર, રાજસ્‍થાન સુરત, બરોડા ભાવનગર, રાજકોટ, જુનાગઢ વગેરે અનેક સ્‍થાનોમાં આધ્‍યાત્‍મિક સેવાઓના બીજ આરોપણ કર્યા.માઉન્‍ટ આબુ રાજસ્‍થાન ખાતે પણ આપે આપની સેવાઓ આપી ૧૯૬૯ થી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલયના સંસ્‍થાપક પિતાશ્રી બ્રહ્મા બાબાના આદેશથી ગુજરાતની સેવા માટે આપનું આગમન થયું શરૂઆતમાં આપણા વિદ્યાલયના વિશ્વ પ્રશાસિકા આદરણીય જાનકી દાદીજી સાથે આપની આધ્‍યાત્‍મિક સેવાઓનો પ્રારંભ અમદાવાદ ખાતે થયો ૧૯૬૯ થી  અનેક શહેરોમાં સેવાના બીજ વાવતા વાવતા જૂનાગઢમાં આધ્‍યાત્‍મિક લોક કલ્‍યાણ અર્થે સેવાનો પ્રારંભ કરવા માટે નિમિત બન્‍યા હતા. સમગ્ર જૂનાગઢ જિલ્લાના લોકો અને બ્રહ્માકુમારી પરિવાર તથા તમામ ઈશ્વરીય સભ્‍યો દીદીજીના દૈહિક વિયોગને ગહન શોક સ્‍વીકારી અને તેમના ઈશ્વરીય સ્‍મરણ સાથે  સસ્‍નેહ વિદાઈ આપી હતી.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જામનગર)

(12:08 PM IST)