તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને દશ-પંદર દિ' આરામની તબીબી સલાહ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને પેટમાં અસહ્ય દુઃખાવો થતાં કે. જે. હોસ્પિટલ જૂનાગઢમાં સારવાર હેઠળ આવેલા હતા. ગોપાલ ઇટાલિયાની મેડિકલ તપાસ કરતા તેઓને APPENDICULAR PERFORATIONની સમસ્યા હોય, તેઓને તાત્કાલિક સર્જરી કરી, હોસ્પિટલમાં દાખલ કરેલા હતા.
ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલીયા હાલમાં સ્વસ્થ છે અને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. તેઓને આવતા ૧૦ થી ૧૫ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની અને મુસાફરી ન કરવાની સલાહ આપેલ છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
