News of Friday, 14th November 2025
જેતપુરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી બારીમાંથી પટકાતા નવ વર્ષના બાળકનું મોત
ત્રણ બહેનોના એકના એક માડી જાયાનું મોત થતા પરિવારમાં કલ્પાંત

તસ્વીરમાં એપાર્ટમેન્ટ અને મોતને ભેટેલ બાળકની ફાઇલ તસ્વીર(તસ્વીરઃ કેતન ઓઝા -જેતપુર)
(કેતન ઓઝા દ્વારા)જેતપુર, તા.૧૪: જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી રમતા રમતા એક પાંચ વર્ષનો બાળક બારીમાંથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ હતુ.
શહેરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જાનવીબેન દેવમુરારી નામની મહિલા પોતાની ત્રણ પુત્રીઓ મહેક ઉવ. ૧૭, વળંદા ઉવ. ૧૫, સેજલ ઉવ ૧૨ અને એક પુત્ર જયરાજ ઉવ ૫ એમ ચાર સંતાનો સાથે ત્રીજા માળે રહે છે. જેમાં જાનવીબેન ઘરમાં સુતા હતા ત્યારે પુત્ર જયરાજ ઘરમાં રમતો હતો. જેમાં રમતા રમતા જયરાજ અકસ્માતે બારીએથી નીચે પટકાતા શેરીમાં અવાજ આવતા શેરીના સૌ કોઈ ઘરની બહાર નીકળી ગયા હતાં. અને જોતા લોહી નીતરતી હાલતમાં જયરાજ નીચે પડ્યો હતો. ત્યાં ઉપરથી જાનવીબેન પણ પુત્રીઓ સાથે આવી જતા જયરાજને તરત જ સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરે ઇજાગ્રસ્ત જયરાજને તપાસી તેને મળત જાહેર કર્યો એટલે તો હજુ સારવાર મળે તે પૂર્વે માથામાં હેમરેજ થવાના કારણે જયરાજનું મોત થયેલ. ત્રણ બહેનોનો એકનો એક ભાઈનું અકસ્માતે મોત થતા બહેનોના રુદનથી હોસ્પીટલમાં આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
