News of Friday, 14th November 2025
જુનાગઢમાં માતા-પિતા વિહોણી દિકરીની વાત સાંભળી હર્ષ સંઘવી ગદગદિત થઇ ગયા
૧ લાખની છેતરપીંડીની આપવીતી સાંભળીને નાયબ મુખ્યમંત્રી, નાયબ ઓએસડી, જુનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરા વ્હારે આવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૪: લોકો માં એક વાત ઘર કરી ગઈ હોય છે કે સરકારી બાબુ ઓ દયા હીન હોઈ તેવો કઠણ કાળજાના હોઈ લોકો પ્રજાના દુઃખ સમજતા ના હોઈ આવી એક વાત લોકો માં પેસી ગઈ હોય જ્યારે વિપરીત જોઈએ તો જૂનાગઢ ની માં બાપ વગરની બ્રાહ્મણ દીકરી સાથે થયેલ છેતરપિંડી ને તેમની આપવીતી કહેવા પહોંચી ગઈ ગાંધીનગર હર્ષ સંઘવી ની ઓફીસ ને દીકરી ની આપવીતી ની વાત સાંભળી નાયબ સીએમનાઓ એસ.ડી. આશિષ વાળા પણ સ્તબ્ધ થઈ ગદ ગદિત થઈ ગયા ને છૂટીયા આદેશ.
વાત જાણે એમ છે કે જુનાગઢ બાઈ પાસ મધુરમ સોસાયટીમાં ભાડાના મકાન માં બ્રાહ્મણ દીકરી ને તેનો નાનો ભાઈ રહે છે ભાઈ બહેન નોંધારા છે માતા નું અવસાન ૨૦૧૬ માં થયું ને પિતા નું અવસાન ૨૦૨૧ માં માતા પિતા ભગવાનજીભાઈના અવસાન થી મોટી બહેન ભાવિકા જોશીની ભાઈ ને અને પોતાના નિભાવની જવાબદારી આવી ગઈ હતી.
માતા પિતાની હયાતી હતી ત્યારે પિતા સાધુ જીવન જીવી ભિક્ષા વળત્તિના માતા ઘર કામ કરી ગુજરાન ચલાવતા ત્યાર બાદ ૨૦૧૬ માં માતા ગંભીર બીમારી માં અવસાન થયેલ મુરત્યું ના આગળ ની પળ માં માતા એ દીકરી ભાવિકા ને ખાટલે બાજુ માં બેસાડી ને માથે હાથ ફેરવતા ફેરવતા એક નાની રૂમાલ માં બાંધેલ પોટલી દીકરી ભાવિકા ના હાથ માં મુકેલ ને જણાવેલ કે આ મારી મરણ મૂડી છે જે મને મારી માં એ આપેલ હતું મારા લગ્ન વખતે એ સોનાની નાનું મંગળ સૂત્ર ને બુટી હું તને આપી ને હવે આ દુનિયા છોડી ને જતી રહીશ ભગવાન પાસે પણ તું ભાઈ અને તારા પિતા નું ધ્યાન રાખજે ને તારા લગ્ન થાય ત્યારે આ સોના નું મંગળસૂત્ર તું લઈ જજે.
માતા ના અવસાન બાદ બે વર્ષ બાદ પરિવાર પર આફત નો પહાડ પડ્યો હોય તેમ ઘર ચાલવું મુશ્કેલ હોય એ સમયે પિતા ભગવાનજીભાઈ ને પણ બ્લડ કેન્શર જેવી ગંભીર બીમારીમાં સપડાઈ ગયેલ ઘરની પરિસ્થિતિ બોવ ખરાબ હતી એમાંય પિતા ની બીમારી ની સારવાર નો ખર્ચ કરવો મુશ્કેલ હતો જેથી પિતા ને બચાવવા માતા એ મરણ સમયે આપેલ સોના નું મંગળસૂત્ર બેન્ક માં મૂકી ૧ લાખ રૂપિયા ની ગોલ્ડ લોન લીધેલ ને તે રૂપિયા સારવાર માં ખર્ચ કરી નાખેલ વધુ સારવાર માટે પિતાના નામે આવેલ ૪ વિઘા જમીન જે વિસાવદર તાલુકા માં હતી જે જમીન પિતા ની સારવાર માટે જરૂરિયાત ઉભી થતા જુનાગઠ ના જમીન લે વેચ કરતા બે શખ્સ ને માત્ર ૪ લાખ રૂપિયા માં જમીન વેચેલ સામે વાળા દ્વારા જમીન દસ્તાવેજ કરી ને ૩ લાખ રકમ આપેલ ને ૧ લાખ જમીન ની એન્ટ્રી પડે પછી આપવાની શરતે જમીન દસ્તાવેજ કરી લીધેલ તમામ રકમ પિતા ની સારવાર માં દિકરી ભાવિકા એ ખર્ચ કરી નાખેલ વધુ ઓપરેશન માટે અમદાવાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ આરોગ્ય ભુવન અમદાવાદ માં માં સારવાર માટે બે માસ જેટલો સમય રોકાયેલ છતાં સારવાર કારગત નીવડલ નહિ ને આખરે ૨૦૨૨ માં પિતા પ્રવીણભાઇનું અવસાન થયેલ ભાઈ બહેન માં બાપ વગરના ઓશિયાલ બની ગયેલ પરંતુ બહેન હિંમત હાંરેલ નહિ ને પોતે અમુલ ડેરી ફાર્મ માં નોકરી કરી પોતાનું ને ભાઈનું સ્વમાન ભેર ગુજરાન ચાલવતી કોઈ પાસે લાંબો હાથ નહિ કર્યો પરંતુ દીકરી ભાવિકા ને એક વાત નો રંજ હતો કે માતા ની આખરી નિશાની સોના નું મંગળસૂત્ર બેન્ક માંથી છૂટી જાય તો એ જોઈ ને રાજીપો રહે પણ બેન્ક વ્યાજ સહિત એક લાખ ત્રીસ હજાર જેવું ભરવા નું થતું હતું તેમ છતાં હિંમત હાર્યા વગર તે પહેલાં જમીન દલાલો પાસે તેમની ૧ લાખ ની લેણી રકમ ની અવાર નવાર માંગણી કરેલ જો એ રકમ દીકરી ને મળી જાય તો એ બેન્ક માં થી એ રકમ થકી માતા ની આખરી નિશાની દાગીના છોડાવી શકે પરંતુ પેલા જમીન માફિયા તો છેલે તો દીકરી જ્યારે રૂપિયાની માગણી કરે તો ગાળો દેવા લાગેલ આખરે હારેલી થાકેલી આ દીકરી એ અનેક લોકો આગેવાનો બ્રહ્મ અગ્રણીઓ તથા પોલીસ તંત્ર પાસે ગયેલ પણ પરિણામ મળેલ નહિ દીકરી ની આ વાત નો ખ્યાલ બ્રહ્મ અગ્નિ જયેશ દવે ને ખ્યાલ આવતા દીકરી ને કહેલ કે રૂપિયા અમે સમાજ માંથી ફાળો કરી આપી દેસુ તો આ ભાવિકો દીકરી ના શબ્દો એ હતા કે નહીં ફાળો સુકામ મારા હક ના છે મારા પિતા ની જમીન મારી હાજરી માં વહીવટ થયેલ મને આપવા ના મારા હક માં રૂપિયા મને અપાવો.
જેથી દીકરી ને લઈ જયેશ દવે સચિવાલય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા મુલાકાત માંગેલ હર્ષ સંઘવી હજુ ચેમ્બરમાં આવેલ નહિ એ દરમ્યાન સાહેબ ના ઓ એસ.ડી. આશીષ વાળા ને આ ભાવિકા બેન મળેલ ને દીકરી એ ૨૦૧૬ થી લઈ ૨૦૨૫ સુધી ની તમામ આપવીતી આશિષ વાળા ને જણાવેલ દીકરી ની વાત સાંભળી માનવતા વાદી હકારાત્મક આ ઓફિસર પણ ગદ ગદિત થઈ ગયેલ દીકરી ભવિકા ને ખૂબ સારી રીતે સાંભળી સારું આશ્વાસન ને હૂંફ આપી ને ભોજન કરાવી ને આ કામ તો થઈ જશે જ પણ જીવન માં જ્યારે પણ કોઈ તકલીફ હોય તો અમો અહીં બેઠા છીએ ને આ મા બાપ વગર ની દીકરી ને હયે ટાઢક થાય એમ તેની હાજરી માંજ જુનાગઢ એસપી ને કોલ કરી દીકરી ને ન્યાય અપાવવા ને તેમની લેણી રકમ પરત અપાવવા ના આદેશ આપેલ.
ભાવિકાબેન ગાંધીનગર થી પરત જુનાગઢ જવા નીકળેલ રસ્તા માં આ માનવતા વાદી કોમળ રદય ના આ વાળા દ્વારા દીકરી પરત પહોંચી ગઈ ચિંતા ન કરતા બેન તમને ન્યાય મળી જશે આવી તો સતત દરકાર લીધા કર્યા બીજાદિવસે જુનાગઢ઼ એસ. પી. સુબોધ ઓડેદરાએ પણ સામેથી બોલાવી તેમની આપવીતી જાણી તુરંત સી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર વી. જે. સાવજ ને બનાવ અંગે વાકેફ કરેલ ને બેન ને સી ડિવિઝન અરજી કરવા બોલાવેલ ભાવિકા બેન દ્વાર પી આઈ વત્સલ સાવજ ને પોતાની આપવીતી સાથે પેલા જમીન દલાલો વિરુદ્ધ અરજી આપતા જ પી આઈ સાવજ દ્વારા એ બન્ને શખ્સો ને પોલીસ સ્ટેશનમાં બોલાવી દીકરી ની હાજરી માંજ કડક ભાષામાં પોલિશ સ્ટીક થી બન્ને ને દબાવતા બન્ને શખ્સો એ ભૂલ સ્વીકારી આ ભાવિકા બેન ની લેણી રકમ એક લાખ રૂપિયા પરત આપી દીધેલ ને એસ પી તથા સી ડિવિઝન પી આઈ પોતે પણ લાગણી સિલ વ્યક્તિત્વ હોઈ ને તે પણ આ બ્રાહ્મણ દીકરી ની આ કરુંણ કથની સાંભળી ભાવુક થઈ ગયેલ ને તેમને પણ આ દીકરી ની સ્વમાન ભેર જીવવા તથા માતા પિતા ને ભાઈ માટે ની બલિદાન ની સરાહના કરી હતી ને પી આઈ સાવજે આગ્રહ પૂર્વક તેમની રકમ પરત આપી પોતે પણ આર્થિક યોગદાન આપવા તૈયારી બતાવી હતી.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
