<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

કાલાવાડ વિસ્‍તારમાં ઝઘડો : ઘરમાં પાડોશીએ કંકાસ કરાવતા સમજાવવા જતા માર માર્યો

જામનગર પંથકમાં પત્‍નિ સામે ઇશારા કરનારને સમજાવવા જતા માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં દિલીપભાઈ ઠાકરશીભાઈ વિરાણી, ઉ.વ.પપ, રે. નાની ભગેડી ગામ બસ સ્‍ટેન્‍ડ પાસે એ ફરીયાદ નોંધાવી છે કે,  દિલીપભાઈના પાડોશમાં રહેતા આરોપી ભુપતભાઈ મોહનભાઈ તાળા ના પત્‍ની ફરીયાદી દિલીપભાઈ ના ભાભી સાથે સબંધ વિકસાવી ફરીયાદી દિલીપભાઈના પત્‍ની તથા ભાભી વચ્‍ચે ઘરકંકાશ કરાવતા હોય જેથી ફરીયાદી દિલીપભાઈ એ આરોપી ભુપતભાઈના પત્‍નીને સમજાવતા કહેલ તમો અહી અમારા ઘર પાસેથી નીકળતા નહી અને અમારા ઘરની પંચાત કરતા નહી તેવી વાત કરતા આરોપી ભુપતભાઈના પત્‍નીએ ભુપતભાઈને વાત કરતા આરોપી ભુપતભાઈએ ફરીયાદી દિલીપભાઈને  ગાળો આપેલ બાદ ફરીયાદી દિલીપભાઈ ગામના ચોકમા બેઠા હોય તે વખતે આરોપી વિપુલ ભુપતભાઈ તથા કેવીન ઉર્ફે લાલો ભુપતભાઈ અને એક અજાણ્‍યો ઈસમ એક ફોરવ્‍હીલ ગાડીમાં આવી ફરીયાદી દિલીપભાઈને આરોપી ભુપતભાઈ એ જમણા પગમા લાકડીના ત્રણ ચાર ઘા મારી લોહી કાઢી ફેકચર જેવી ઈજાઓ તથા આરોપી વિપુલ એ ડાબા પગમા લાકડીના ત્રણ ચાર ઘા મારી લોહી કાઢી ઈજા તેમજ આરોપી એક અજાણ્‍યો ઈસમે લાકડી ઉગામી ફરીયાદી ભુપતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ભુપતભાઈએ ફરીયાદી દિલીપભાઈ ને ડાબા પડખામા તેમજ વાસાના ભાગે લાકડીના ત્રણ ચાર ઘા મારી મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

 મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં અકબર કાસમ સુંભાણીયા, ઉ.વ.૩ર, રે. સેતાલુશગામ, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સેતાલુશ ગામે ગૌશાળા પાસે ફરીયાદી અકબરની પત્‍નીની મચ્‍છીની દુકાન પાસેથી આરોપી રવિ કાળુભાઈ દેવીપુજક અવાર નવાર નિકળી ફરીયાદી અકબરની પત્‍નીની સામુ જોઈ પાછુ વળી મોબાઈલ દેખાડી ઈસારાઓ કરી તેમજ ફરીયાદી અકબર એ આવુ શુ કામ કરે છે જે બાબતે સામેવાળો આરોપી રવિ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી અકબરન ગાળ આપી ભુંડા શબ્‍દો બોલી કુવાડો થી ઘા કરી શરીરે તથા હાથના ભાગે ઈજાઓ કરી જાતેથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

છ બોટલ સાથે ત્રણ શખ્‍સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. મયુદીનભાઈ અલીમીયા સૈયદ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર-ર, શાળા નં.૪૦ પાછળ, ગુલામે અલી અસગરી ચોકમાં આરોપી જાવેદ અલીમામદ સમા, સલીમ ઈસુબ જોખીયા તથા બ્રિજરાજસિંહ  ઉર્ફે લાલો દારૂની બોટલ નંગ-૬ કિંમત રૂ.૭,૮૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૮,૩૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

હાપા યાર્ડની અંદર વર્લીમટકા

જામનગર : પંચ બી  પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૧૧-ર૦રપ ના હાપા યાર્ડની અંદર, ગેઈટ પાસે જાહેરમાં આરોપી હરેશભાઈ ઉર્ફે હરી પરસોતમભાઈ શેઠીયા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૮૦૦/- તથા મોબાઈલ ફોન-૧, કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭૮૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી નીલેશભાઈ કટારમલ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

(1:14 PM IST)