હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના નભોમંડળમાં રવિવાર અને સોમવારની રાત્રે નરી આંખે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે

જામનગરઃ તા ૧૪, શહેર જિલ્લા સહિત હાલાર ના નભોમંડળમાં સિંહ રાશિ ની ઉલ્કા-વર્ષા તા. ૧૬ ને રવિવાર અને તા ૧૭ ને સોમવારના રાત્રીના આકાશ માં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશી ના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રી થી વહેલી સવાર સુધી ઙ્કતિ કલાક માં ૧૫ થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.
જોકે શહેર ના લાઇટ અને પોલ્યુસન વાળા વાતાવરણ થી દુર અંધારામાં આ ઉલ્કાવર્ષાનો નઝારો વધારે સારી રીતે માણી શકાશે. જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્ય ની આસપાસ ના પરિભળમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે, અને પળથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીક થી પસાર થાય છે, ત્યારે આ અવશેષો ના થોડા કણો પળથ્વી ના ગુરૂત્વાકષણમાં ખેંચાઇ ને ઘર્ષણ અને વધુ સ્પીડ ને કારણે તેજ લીસોટા ના સ્વરુપ માં પરીણમે છે, અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કા-વર્ષા કહેવા માં આવેછે.
સિંહ રાશિ ની આ ઉલ્કા-વર્ષા ૫૫ પી.- ટેમ્પલ ટટલ નામના ઘુમકેતુ ને આભારી છે. આ ઉલ્કા-વર્ષા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે.
ખગોળ મંડળ જામનગર દ્વારા આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓ ને અનુરોધ કરવામાં આવે છે. કિરીટ શાહ સંયોજક, ખગોળ મંડળ,જામનગરએ જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
