<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ધોરાજી જાલણસર BAPS સ્વામિનારાયણ મંદિરનો શનિ - રવિ બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

આવતીકાલે 15 શનિવાર 16 રવિવાર બે દિવસ જાલણસર BAPS સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી થી છ કિલોમીટર દૂર આવેલ જાલણસર BAPS સ્વામિનારાયણ મંદિર નો આવતીકાલે  સની.રવિ બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી એ યાદીમાં ચલાવેલ કે તારીખ 15 શનિવાર અને 16 રવિવાર બે દિવસ એ જુનાગઢ ધોરાજી વચ્ચે આવેલ જાલણસર ગામ ખાતે ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સારંગપુર થી  પૂજ્ય નારાયણ મુનીદાસ સ્વામી ખાસ ઉપસ્થિત રહીને લાભ આપવાના છે
15/11/25 શનીવારે પવિત્ર એકાદશી ના દિવસે સવારે 8 વાગ્યાથી વિશ્વ શાંતિ યજ્ઞ યોજાશે
બપોરે 4 વાગ્યે જાલણસર ગામમાં  શોભાયાત્રા નીકળશે અને રાત્રે સારંગપુરના સંતોના સાનિધ્યમાં કીર્તન આરાધના યોજાશે
16/11/25 રવિવારે સવારે 8:00 વાગે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે અને 10:00 વાગે મુખ્ય સભા યોજાશે
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને  સફળ બનાવવા માટે જુનાગઢ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ વિનય સ્વામી, સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણમુર્તિ સ્વામી , પૂજ્ય અક્ષરમંગલ સ્વામી, જાલણસર સમગ્ર સત્સંગ મંડળ ના ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધોરાજી , ઉપલેટા, ભાયાવદર, મોટીપાનેલી,મોટીમારાડ , જમનાવડ,  મજેવડી મંડળ ના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લેશે
જાલણસર સત્સંગ મંડળ ના કાર્યકર્તાઓ સ્વયંસેવકો મહિલા મંડળ વગેરે સેવામાં જોડાઈ ગયા છે

(9:13 PM IST)