તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવારની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી

સાવરકુંડલાઃ તાલુકાનાં બગોયા ગામે ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગોસ્વામી સાધું સમાજનાં ઘર આંગણે પધાર્યા હતા. અખિલ ભારતીય જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજ્ય ઈન્દ્રભારથી બાપુના શિષ્ય અને બગોયા ગામના વતની ભીખુગીરીબાપુના ઘર આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ એ ગાયમાતાને ગોળ ખવરાવ્યો ખવડાવી ગૌ સેવાને વધાવી હતી ભીખુગીરી બાપુએ રાજ્યપાલને ભગવી શાલ તેમજ રુદ્રાક્ષની માળા આપીને તેમજ તેમનાં મોટાં દિકરા મહેશગીરી ગોસ્વામીએ પુષ્પગુચ્છ આપી તેમજ ભીખુગીરી બાપુની પૌત્રી વળંદાબેન રાજ્યપાલ સાહેબનું ચીત્ર બનાવીને ભેટ આપી હતી તેમજ પરિવાર અને બાળકો સાથે સંવાદ કર્યો હતો તેમજ બગોયા પ્રાથમીક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું.(તસ્વીર- અહેવાલઃ ઇકબાલ ગોરી- સાવરકુંડલા)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
