<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત

રાત્રે-સવારે ઠંડક બાદ આખો દિવસ હુંફાળુ વાતાવરણ

રાજકોટ, તા., ૧પ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત છે.

દરરોજ રાત્રીના અને સવારના સમયે શિયાળાની અસર વર્તાય છે.

જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધુ વર્તાય છે.

આજે કચ્‍છના નલીયામાં ૧૪ ડીગ્રી, રાજકોટમાં ૧૪.પ, જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને પવનની ગતી ૩.૬ કી.મી. રહી હતી. (૪.૪)

કયાં કેટલી ઠંડી

શહેર     લઘુતમ તાપમાન

અમદાવાદ        ૧૬.૬        ડીગ્રી

અમરેલી ૧પ.ર   ડીગ્રી

બરોડા    ૧પ.ર   ડીગ્રી

ભાવનગર        ૧૬.૬        ડીગ્રી

ભુજ      ૧૭.૪   ડીગ્રી

ડીસા     ૧પ.૩ ડીગ્રી

દીવ      ૧પ.૮ ડીગ્રી

દ્વારકા    ર૧.ર   ડીગ્રી

ગાંધીનગર        એન એ

જામનગર         ૧૬.૦        ડીગ્રી

કંડલા    ૧૮.પ ડીગ્રી

નલીયા   ૧૪.૦   ડીગ્રી

ઓખા     રર.પ   ડીગ્રી

પોરબંદર         ૧૬.૪        ડીગ્રી

રાજકોટ ૧૪.પ ડીગ્રી

સુરત     ૧૮.૬   ડીગ્રી

વેરાવળ        ૧૯.૮ ડીગ્રી

(11:08 AM IST)