<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

તળાજાના રત્‍નકલાકાર એ જ્‍યાં પેટિયું રળ્‍યું ત્‍યાંજ જીવન ટૂંકાવ્‍યું

હીરાને પરખનાર જીંદગી ન પારખી શકયો!

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૫: ભાવનગર જિલ્લાના તળાજાના તળાવ વિસ્‍તારમાં હીરાના કારખાનામા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરેથી કારખાને આવીને ટેબલની મદદથી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જેના પગલે રત્‍ન કલાકારોના ટોળા ઉમટયા હતા. સમાજના આગેવાનો દોડી આવ્‍યા હતા. મળતક મરતા પહેલા લખેલી ચિઠ્ઠી ખિસ્‍સામાથી પોલીસને મળી આવી હતી. જેમાં તેઓએ પોતાના સંતાનોનું ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું.

હીરાને પરખનાર રત્‍ન કલાકાર ઝીંદગીને ન પરખી શકતા આજે તેઓએ વ્‍હાલસોયા દીકરો અને દીકરી સહિત પરિવારને નોંધારા મૂકીને જે સ્‍થળે પેટિયું રળતા હતા.  એજ સ્‍થળને આત્‍મહત્‍યા નું સ્‍થળ બનાવ્‍યું હતું. તળાજાની કરીમાબાદ સોસા. ખાતે રહેતા બરકત કાસમભાઈ પીરાણી ઉ.વ.આ.૪૨. નરેશભાઈ ફુલસર વાળા અલીભાઈ ભૂરાણીની ભાડુઆત જગ્‍યામા હીરાનું કારખાનું ચલાવતા હોય, ત્‍યાં વર્ષોથી  મેનેજર તરીકે નોકરી કરતા હતા. કારખાનાની ચાવી બરકતભાઈ પાસે જ રહેતી.

બનાવના પગલે સ્‍થાનિક નગર સેવક અક્રમભાઈ ભૂરાણી, ઈસ્‍માઈલી ખોજા સમાજના જ્ઞાતિજનો અને રત્‍ન કલાકારો દોડી આવ્‍યા હતા. બનાવના પગલે ટાઉન બીટના આસી.સબ.ઈન્‍સ નિખિલ પંડ્‍યા એ જણાવ્‍યું હતુ કે મોત વ્‍હાલું કરવામાં કારણમાં લાંબા સમયથી માંદગી અને આર્થિક સંકડામણ હોવાનું પરિવાર જનોએ પોલીસને જણાવ્‍યું હતુ.

(1:30 PM IST)