News of Saturday, 15th November 2025
પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી ગયેલા ઘુંટુના રામકો વિલેજ સોસાયટીના રહીશોએ કર્યો ચક્કાજામ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૫: મોરબીના ઘૂટું ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા આજે સોસયટીના રહીશોએ રોડ ચક્કાજામ કર્યો હતો બે કલાક સુધી ચક્કાજામ બાદ ટીડીઓ તેમજ મામતલદારની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.
મોરબીના ઘૂટું ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રોડ રસ્તા, ગટર અને પાણી તેમજ સફાઈ જેવી સુવિધાઓ મળતી નથી વર્ષ ૨૦૦૯ માં બનેલી સોસાયટીના રહીશો પાયાની સગવડતા નહિ મળતા હેરાન પરેશાન છે ગ્રામ પંચાયતથી લઈને જીલ્લા કલેકટર સુધી રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી જેથી આજે સોસાયટીના રહીશોએ ચક્કાજામ કરી નાખ્યો હતો જેથી વાહનોની કતારો જોવા મળી હતી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર, મામલતદાર અને અધિકારીઓએ રહીશોને સમજાવવા પ્રયાસ કર્યા છતાં બે કલાક સુધી માન્ય ના હતા અને આખરે ટીડીઓ અને મામલતદારે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
મામલતદારે જણાવ્યું હતું કે રોડ, ગટર જેવા પ્રશ્નો છે જેની ગ્રાન્ટ મંજુર થાય અને ઝડપથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી છે તેમજ સોસાયટીની વિઝીટ કરીને પ્રાથમિક જરૂરિયાત વાળા કામો વહેલી તકે શરુ કરવામાં આવશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
