News of Saturday, 15th November 2025
ભાવનગરમાં વધુ ૩ પોલીસ સસ્પેન્ડ કર્યા
SP નિતેશ પાંડેનો સતત બીજા દિવસે સપાટો

ભાવનગરઃ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે એ સાત પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા હતા. સતત બીજા દિવસે બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર જવા પામી છે.
ભાવનગર એસ.પી નિતેશ પાંડે એ વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં વોન્ટેડ આરોપીને ઘરમાં આશરો આપવામાં મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીને કરાયા સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત દારૂના ધંધાર્થી સંબંધ રાખનાર પોલીસ કોન્સ્ટેબલ અજયસિહ વાઘેલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફરજમાં બેદરકારી અને અન્ય કારણોસર જિલ્લા પોલીસ વડાએ છેલ્લા બે દિવસમાં જ ૧૦ પોલીસકર્મીઓ થયા ઘરભેગા કરી દઈ સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
