<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પોરબંદર ડીસ્‍ટ્રીક ચેમ્‍બર્સ દ્વારા ઇન્‍ટર પ્રિન્‍યોરશીપ સેમિનાર

 

 પોરબંદર :..  ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ તથા સી.ઈ.ડી. સેન્‍ટર ઓફ ઈન્‍ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્‍ટ ના સંયુકત ઉપક્રમે ઇન્‍ટરપ્રિન્‍યોરશીપ અવેરનેશ સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખશ્રી ટી. કે. કારીયા ના સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવ્‍યુ  આ સેમીનારના મુખ્‍ય વકતા  જીગ્નેશભાઈ ચૌહાણને   ટી. કે. કારિયાએ તથા  જયેશભાઈ ભટને શ્રી અનીલભાઈ કારીયાએ સુતરની આંટી પહેરાવી સ્‍વાગત કર્યું.  પ્રોજેકટ ચેરમેનશ્રી જતીનભાઈ હાથીએ પ્રસંગોચીત પ્રવચન આપ્‍યા બાદ કાર્યક્રમના મુખ્‍ય વકતા શ્રી જીગ્નેશભાઈ ચૌહાણએ ઉદ્યોગ સાહસીકોને અપાતી આ જનરલ તાલીમ શા માટે લેવી જોઈએ તે અંગે વિસ્‍તળત માહીતી આપી આ તાલીમથી થતા   જયેશભાઈ પત્તાણીએ પી.પી.ટી. દવારા સમજાવતા જણાવ્‍યું કે, ફુગાવો છેલ્લા ૨૦ વર્ષમાં સરે રાશ ૭.૧૪ ના દરે વધી રહયો છે  મુખ્‍ય વકતા શ્રી જીગ્નેશભાઈ ચૌહાણને ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બરના ઉપસ્‍થિત પદાધિકારીશ્રીઓ દવારા સ્‍મળતિ ચિહન અર્પણ કર્યા બાદ ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્‍થાન દવારા બાંબુ વર્કની બે માસની તાલીમ જેઓ એ સફળતા પૂર્વક પૂર્ણ કરેલી હતી તેઓને સર્ટીફીકેટ વિતરણ  અનીલભાઈ કારિયા,  દીલીપભાઈ ગાજરા, જતીનભાઈ હાથી,  ટી.કે. કારીયા,  જયેશભાઈ પત્તાણી,  જીગ્નેશભાઈ ચૌહાણ અને  જયેશભાઈ ભટના વરદ હસ્‍તે આપવામા આવ્‍યા. આ કાર્યક્રમનું સફળ સંચાલન  જયેશભાઈ પત્તાણી દવારા અને આભાર વિધી શ્રી જતીનભાઈ હાથી દવારા કરવામાં આવેલ હતી. સેમિનાર યોજાયો તે તસ્‍વીરો.

(12:27 PM IST)