<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિના હાથે પત્‍નીની હત્‍યા

સોનીબેન હિંમતભાઇ રાઠોડ ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને આરોપી પતિ નાસી છુટયો : કારણ અંગે તપાસનો ધમધમાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧પઃ ભાવનગરમાં આજે લગ્નના દિવસે જ ભાવિ પતિએ ભાવી પત્‍નીની હત્‍યા કરતા ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્‍તારમાં આજે સવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્‍યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મળનાર યુવતીના આજે લગ્ન થવા ના હતા તેવું  જાણવા મળેલ છે.

ખૂન ના આ બનાવ  અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્‍તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન  નામની યુવતીની તેના ઘરે આજે સવારે છરીના ઘા ઝીંકી કરપીણ હત્‍યા કરી આરોપી નાસી છુટયો હતો.

આ બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવતી કોઈ યુવાન સાથે એકલી રહેતી હતી. અને આજે તેના લગ્ન પણ થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્‍યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે સીટી ડીવાયએસપી  આર.આર.સિંઘાલે જણાવ્‍યું હતું કે, હિંમતભાઇ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની હત્‍યા તેના ભાવિ પતિ સાજને કરી છે. આ હત્‍યા બાદ આરોપી નાસી છુટયો છે. જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.

(3:10 PM IST)