<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જસુભા ઝાલા નું ટૂંકી માંદગી બાદ નડિયાદમા અવસાન

પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મનુભાઈ મકવાણા,નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સહિતના મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકો સ્મશાનયાત્રામાં જોડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૫ :     સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જસુભા ઝાલાનું ટૂંકી માંદગી બાદ નડિયાદમા અવસાન થતા ધેરો શોક છવાયો છે.મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા.

             સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલિકામાં જ્યારે જ્યારે શાસન ની વાત આવે ત્યારે ત્યારે જશુભા સજુબા ઝાલા ની વાત પ્રથમ ક્રમે આવે અને જ્યારે ધારાસભ્યની ચૂંટણી હોય કે પછી સંસદ સભ્યોની ચૂંટણી હોય ત્યારે ફરજિયાત પણે જશુભા ઝાલાની સલાહ ઉમેદવારને લેવી પડે તેવા કાબેલિયત અને સલાહકાર જેવા સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જસુભા સજુભા ઝાલા નું ટૂંકી માંદગી બાદ ગઈકાલે રાત્રિના દુઃખદ અવસાન થયાના સમાચાર વાયવેગે ફેલાતા સુરેન્દ્રનગર શહેરે શોક ની લાગણી વ્યક્ત કરી હતી    તેમના નિવાસસ્થાન ખાતે સર્વ જ્ઞાતિના લોકો તેમના નિવાસ્થાન ખાતે દોડી ગયા હતા.

       છેલ્લા 40 વર્ષથી મિત્રતા ધરાવતા નિલેશ શેઠ પોતે નડિયાદ ખાતે જસુભા ઝાલાને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો પ્રાણ ઘાતક નીવડયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જશુભા ઝાલાને છેલ્લા કેટલાક સમયથી પોતાની બંને કિડની ફેલ હોવાના કારણે ડાયાલિસિસ પણ કરાવવું પડતું હતું ત્યારે અચાનક દુઃખદ અવસાન થી સુરેન્દ્રનગર શહેરને ન પુરાય તેટલી મોટી ખોટ પડી છે.

        તેમની સમશાન યાત્રામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મનુભાઈ મકવાણા તેમજ સર્વજ્ઞાતિના સદસ્યો મહાનગરપાલિકાના સ્ટાફના લોકો  જોડાયા હતા ત્યારે તેમના પરિવારમાં પત્ની ધર્મિષ્ઠા બા તેમજ તેમની પાંચ પુત્રીઓ અને બે પુત્રમાં ભગીરથસિંહ જસુભા ઝાલા તેમજ ધર્મરાજસિંહ ફૌજી ઝાલા તેમજ જસુભા ઝાલા ના ભાઈ ભરતસિંહ ઝાલા તેમજ તેમના ઝાલા પરિવારમાં સૌથી મોટા પરિવારમાં વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર એક ખંતીલા અને કોઠાસૂઝ જેવા રાજકીય આગેવાન ગુમાવ્યા હોવાનું પણ અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું

(1:10 PM IST)