<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર બાફીયો રોગનો કહેર : મહુવા-તળાજામાં ખેડૂતોને માર્કેટમાં ભાવ ન મળતા મોટું નુકસાન : 5 તાલુકામાં ડુંગળી પર સંકટ : સરકાર તાત્કાલિક મદદ કરે તેવી ખેડૂતોની માગ

ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ ગંભીર નુકસાનની નોંધ લે અને સર્વે કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે

ભાવનગર તા.૧૫ : ભાવનગર જિલ્લાના ખેડૂતો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર 'બાફીયો' રોગ ફેલાતા મોટું સંકટ ઊભું થયું છે. જિલ્લાના મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારો જેવા કે મહુવા અને તળાજા સહિત કુલ 5 તાલુકાના ખેડૂતોને આ રોગને કારણે પાકમાં વ્યાપક નુકસાન થયું છે.

 ભાવનગર જિલ્લાના ખેડૂતો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર 'બાફીયો' રોગ ફેલાતા મોટું સંકટ ઊભું થયું છે. જિલ્લાના મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારો જેવા કે મહુવા અને તળાજા સહિત કુલ 5 તાલુકાના ખેડૂતોને આ રોગને કારણે પાકમાં વ્યાપક નુકસાન થયું છે.

એક તરફ રોગચાળાને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને બીજી તરફ માર્કેટમાં પણ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ ગંભીર નુકસાનની નોંધ લે અને સર્વે કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે.

(3:54 PM IST)