<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

જસદણ શહેર ભાજપ પ્રમુખના કારખાનામાં ચાલતી ચોરીનો પર્દાફાશ : કારખાનાનો ચોકીદાર જ લાખોની ચોરીમાં ઝડપાયો

ચોકીદાર અને તેના પરિવારે છેલ્લા સાત વર્ષથી તક મળ્યે રાતના સમયે લોખંડની ચોરી કરી હતી

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડના માલિકીના જયંત એનજી વર્કસ નામના કારખાનામાં લાંબા સમયથી ચાલી રહેલી ચોરીનો પર્દાફાશ થયો છે. આ ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ કારખાનાનો જ ચોકીદાર નીકળ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, ચોકીદાર અને તેના પરિવારે છેલ્લા સાત વર્ષથી તક મળ્યે રાતના સમયે લોખંડની ચોરી કરી હતી, જે લાખો રૂપિયાની થવા જાય છે. કારખાનાના માલિકે શંકા જતાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હવે ચોકીદાર અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

(11:30 PM IST)