<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

હળવદ-માળિયા હાઈવે પર ચોખાની આડમાં છુપાવેલ ૧૫.૬૭ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો.

૧૧૦૪ દારૂની બોટલ-૬૦૦ બીયરના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદ માળિયા નેશનલ હાઈવે પર બાબા રામદેવ હોટેલ સામેથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૧૧૦૪ બોટલ અને બીયરના ૬૦૦ ટીન સહીત ૧૫ લાખથી વધુના દારૂ અને બીયરના જથ્થા સાથે ટ્રક ટ્રેલર ચાલકને ઝડપી લઈને પોલીસે કુલ રૂ ૫૯.૭૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ માળિયા હાઇવે પર ધ્રાંગધ્રા તરફથી હળવદ એક ટ્રક ટ્રેલર જીજે ૦૬ એવી ૭૬૭૬ વાળીમાં ચોખાની બોરીઓ ભરી છે બોરીઓ નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી અને હાઈવે પર બાબા રામદેવ હોટેલ પેસ ટ્રક ટ્રેઇલરને રોકી ચેક કરતા ચોખાની બોરીઓની આડમાં છુપાવી રાખેલ દારૂની ૧૧૦૪ બોટલ અને બીયરના ૬૦૦ ટીનનો જથ્થો મળી આવ્યો હતો
ટ્રક ટ્રેલરમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૦૦ કીમત રૂ ૭,૮૦,૦૦૦ રોયલ સ્ટગ બોટલ નંગ ૫૦૪ કીમત ૬,૫૫,૨૦૦ બીયરના ૬૦૦ ટીન કીમત રૂ ૧,૩૨,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ-બીયરનો જથ્થો તેમજ ટ્રક કીમત રૂ ૨૦ લાખ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૫૯,૭૯,૨૦૦ નો મુદામાલ કબજે લીધો છે અને આરોપી ટ્રક ટ્રેલર ચાલક પ્રવીણ લાખાભાઈ પગી (ઉ.વ.૪૦) રહે લાકડિયા પગીવાસ તા ભચાઉ કચ્છ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી સિદ્ધરાજસિંહ જાડેજા રહે લાકડીયા તા. ભચાઉ વાળાનું નામ ખુલતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(12:41 AM IST)