<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતુ તે હથિયાર અંબિકા નદીમાં નાખ્યાની આરોપીએ કરી કબૂલાત

પોલીસ–SDRF ટીમે 6 કલાક સુધી અંબિકા નદીમાં શોધખોળ કરી પરંતુ હથિયાર મળ્યું નહીં

કામરેજમાં RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પોલીસ, અંબિકા નદીમાં હથિયાર શોધી રહી છે. પતિ નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વરપુરી ગૌસ્વામી પોલીસને સહકાર નથી આપતા. બન્ને આરોપીઓ રીઢા ગુનેગારની જેમ આપ્યા ગોળગોળ જવાબ આપી રહ્યાં છે. ફાયરિંગ બાદ હથિયાર અંબિકા નદીમાં ફેંક્યાનું ઈશ્વરપુરીએ સ્વીકાર કર્યો હતો. પોલીસ–SDRF ટીમે 6 કલાક સુધી અંબિકા નદીમાં શોધખોળ કરી પરંતુ હથિયાર મળ્યું નહીં. બન્ને આરોપીઓ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પતિ–પત્ની વચ્ચેના ઝગડાને કારણે ફાયરિંગ કરાવ્યાનું બહાર આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ RFO સોનલ સોલંકી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(11:51 AM IST)