તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
ચુડાના જોબાળા ગામે નોકરીએ જતી યુવતીની છરીના 15 જેટલા ઘા મારી હત્યા :સમગ્ર પંથકમાં ચકચાર
તપાસમાં મૃતક યુવતીના પ્રેમીના પિતાએ જ છરીના 15 ઘા મારીને રહેસી નાખી હોવાનો ખુલાસો

ચુડા તાલુકાના જોબાળા ગામે સવારના સમયે નોકરીએ જતી યુવતીની છરીના 15 જેટલા ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ચુડા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોેચી મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે યુવતીની હત્યા કોણે કરી, કેમ કરી તે દીશામાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક યુવતીના પ્રેમીના પિતાએ જ છરીના 15 ઘા મારીને રહેસી નાખી હોવાનો ખુલાસો થયો છે. ો
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
