<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ભાવનગરના કાળાનાળા વિસ્તારના ચાલતા સીટી સ્પામાં પોલીસના દરોડા: ત્રણ મહિલાઓ અને બે સંચાલકો મળ્યા

ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીના આધારે ભાવનગર આઈજી સ્કવોર્ડ ની ટીમ દ્વારા રેડ

ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલા સીટી સ્પા નામના મસાજ પાર્લરમાં આઈજી સ્કવોર્ડ દ્વારા રેડ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સીટી સ્પા નામના મસાજ પાર્લરમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીના આધારે ભાવનગર આઈજી સ્કવોર્ડ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. પ્રાથમિક મળતી માહિતી અનુસાર ત્યાંથી ત્રણ મહિલાઓ અને બે સંચાલકો મળી આવ્યા છે, હાલ પોલીસ દ્વારા તેમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

(11:54 AM IST)