News of Sunday, 16th November 2025
જૂનાગઢના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડોનો આતંક : 10 વીઘાના ખેતરને ખોદીને ખેદાન-મેદાન કરી દીધું
દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતને મોટાપાયે નુકસાન થયુ: 40 જેટલાં જંગલી ભૂંડનું ટોળું ધસી આવ્યુ

જૂનાગઢ: મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે. 10 વીઘાના ખેતરને ખોદીને ખેદાન-મેદાન કરી દીધું. દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતને મોટાપાયે નુકસાન થયુ છે. 40 જેટલાં જંગલી ભૂંડનું ટોળું ધસી આવ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઘઉંનું વાવેતર અને પિયત કર્યું હતું તે સંપૂર્ણ બરબાદ થઈ ગયુ છે. ભૂંડ અને રોજડાની સમસ્યાનો નિકાલ લાવવા ખેડૂતોની એકસૂરે માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે માવઠાના મારે પહેલાં જ ખેડૂતોની કમર તોડી દીધી છે. ગમે તેમ તજવીજ કરી ખેડૂતો શિયાળુ પાક લેવા મથામણ કરી રહ્યા છે. દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું. પરંતુ, જંગલી ભૂંડોએ તેની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
