News of Sunday, 16th November 2025
અમરેલીઃ પતિના સહકર્મીએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું
ફરિયાદ ન લેવાતા પીડિતાએ આપઘાતનો પ્રયાસ કર્યોઃ૨૨ વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો

અમરેલી : અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ૨૨ વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે પીડિત પક્ષે આક્ષેપ કર્યો છે કે પોલીસે શરૃઆતમાં ફરિયાદ ન નોંધીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, યુવતીના પતિના સહકર્મીએ જ આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. ૨૨ વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં, અસામાજિક તત્ત્વોએ તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ગંભીર આક્ષેપો છતાં, અમરેલી પોલીસે શરૃઆતમાં ફરિયાદ દાખલ ન કરતાં પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પીડિત યુવતીએ હતાશ થઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા જ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી.
તંત્ર પર દબાણ વધતાં આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૃ કરી છે. આ કેસમાં પોલીસની શરૃઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
