<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

નવી લોકલ ટ્રેન શરૂ થતા વીરપુર, પોરબંદર, દ્વારકા સહીતના તીર્થધામોએ જતા યાત્રાળુઓને થશે મુસાફરીમાં ફાયદો

યાત્રાધામ વીરપુરમાં રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું સ્‍વાગત

 

વીરપુર, તા.૧૬: પશ્‍ચિમ કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને રાજકોટ રેલવે સ્‍ટેશન ખાતે ડો.મનસુખ માંડવિયા,મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ સાંસદ પૂનમબેન માડમ,રામ મોકરીયા સહિતના નેતાઓએ લીલીઝંડી આપી હતી ત્‍યારબાદ આ ટ્રેન સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત યાત્રાધામ વીરપુર પહોંચતા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,પુર્વ આરોગ્‍ય ચેરમેન જનકભાઈ ડોબરીયા,વિરપુર સરપંચ રમેશભાઈ સરવૈયા,ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના જગદીશભાઈ સરવૈયા, તાલુકા પંચાયતના સદસ્‍ય દિનેશભાઇ વઘાસીયા, વેપારી અગ્રણી રમેશભાઈ ગઢિયા તેમજ ભરતભાઇ ગઢિયા સહિતના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે સ્‍વાગત કર્યું હતું તેમજ કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા,સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું,કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્‍યું હતું કે રાજકોટ-પોરબંદર માત્ર ૪૫ રૂપિયામાં મુસાફરી કરી શકાશે. આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્‍ટેશનોને પણ આવરી લેવાશે. જો કે, પૈકી એક ટ્રેન દરરોજ જ્‍યારે બીજી સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે જેનાથી લોકોને મુસાફરીમાં ફાયદો થશે,ત્‍યારબાદ આ ટ્રેનમાં મુસાફરી કરીને મનસુખભાઈ માંડવિયા તેમજ અર્જુનભાઈ મોઢવાડીયા,જયેશભાઇ રાદડીયા,અલ્‍પશભાઈ ઢોલરીયા, પૂનમબેન માડમ સહિતના પોરબંદર જવા રવાના થયા હતા.(તસવીરઃ કિશનસિંહ મોરબીયા- વિરપુર)(૨૩.૨)

 

 

 

(10:12 AM IST)