<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્‍કની આઝાદ ચોક શાખાની શુભેચ્‍છા મુલાકાતે

બેન્‍કના પથદર્શક ડોલરભાઈ કોટેચાએ માહિતી આપી : કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ બેન્‍કને ફાઇનાન્‍શિયલી સાઉન્‍ડ એન્‍ડ વેલ મેનેજડ બેન્‍કનો દરજ્‍જો મળવા બદલ અને બેન્‍ક ભવિષ્‍યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેછા આપી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭: કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્‍ક ની આઝાદ ચોક શાખાની શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી. બેન્‍કના પથ દર્શક  ડોલરભાઈ કોટેચા ના માર્ગદર્શન હેઠળ બેન્‍ક ના ચેરમેન  સાગર કોટેચા, સીઈઓ  રાજેશ મારડિયા, પૂર્વ ચેરમેન  આશિષભાઈ પારેખ, ડિરેક્‍ટર  ડો. કે. પી. ગઢવી, મનસુખભાઈ વાજા, શ્રી યોગીભાઇ પઢિયારે કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાનુ  પુષ્‍પ ગુચ્‍છ આપી, શાલ ઓઢાડી, મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરેલ હતું.

આ તકે ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્‍મર,  ગુજરાત હાઉસિગ બોર્ડ ચેરમેન ડો.ડી.પી. ચીખલિયા સાહેબ, પૂર્વ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન હરેશ પરસાણા, શ્રી પ્રદીપભાઇ ખીમાણી, જેઠાભાઈ પાનેરા હાજર રહેલ હતા.

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ બેન્‍ક ના વિકાસ ની માહિતી મેળવેલ અને બેન્‍ક ને ફાઇનાન્‍શિયલી સાઉન્‍ડ એન્‍ડ વેલ મેનેજડ બેન્‍કનો દરજ્‍જો મળવા બદલ ખૂબ જ હર્ષની લાગણી વ્‍યક્‍ત કરેલ અને સાથોસાથ બેન્‍ક ભવિષ્‍યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેછા આપેલ હતી.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(10:54 AM IST)