News of Monday, 17th November 2025
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નિને મોતને ઘાટ ઉતારનાર સાજન બારૈયા ઝડપાયો
બન્ને છેલ્લા ૮ મહિનાથી બન્ને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા'તા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ :.. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્નીની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા આરોપી સાજનને પોલીસે ઝડપી લીધો છે.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન ઉં . વ.૨૪ નામની યુવતીની સવારે લોખંડના પાઇપના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી તેનો ભાવિ પતિ સાજન બારૈયા નાસી છુટયો હતો.
દરમિયાન આજે રવિવારે પોલીસે હત્યા કરી નાખી છૂટેલા સાજન બારૈયા ને ઝડપી લીધો છે. મરનાર યુવતી અને આરોપી સાજન છેલ્લા ૮ મહિનાથી લિવ ઇન રિલેશનશિપ માં રહેતા હતા. ઘરના એ લગ્ન નક્કી કરતા ગઈકાલે તેના લગ્ન હતા. લગ્ન થાય તે પહેલા ભાવિ પત્ની સાથે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ લોખંડના પાઇપ ઝીંકી હત્યા કરી નાખી હતી. આમ સોનીબેન ના મહેંદીનો લાલ રંગ લોહીના લાલ રંગમાં ફેરવાઈ ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
