News of Monday, 17th November 2025
ઉનાના પ્રાચીન હનુમાન મંદિરે લાખોના ચાંદીના દાગીનાની ચોરીમાં જાણભેદુની શંકા
તસ્કરો નદી પાર કરીને મંદિરે ત્રાટકયાં?: ડોગ સ્કવોર્ડનો ડોગ નદી સુધી આવીને અટકી ગયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭: મચ્છુન્દ્રી નદી કાંઠે પ્રાચીન હનુમાન મંદિરે લાખોના ચાંદીના દાગીનાની ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાનું શંકા છે. તસ્કરો નદી પાર કરીને આવીને હનુમાન મંદિરે ત્રાટકયા હોવાની સંભાવનાને ધ્યાને લઇને પોલીસે ડોગ સ્કોવર્ડને સાથે રાખીને તપાસ શરૂ કરી છે. ડોગ સ્કોવર્ડનો ડોગ નદી સુધી ગયેલ અને અટકી ગયો હતો.
મછુન્દ્રી નદીના કાઠે આવેલ પ્રાચીન હનુમાનજી નું મંદિરઅને બ્રહ્મ લીન મૌની સંત સત્યાનંદ સરસ્વતી બાપુ એ તપોવન આશ્રમ બનાવેલ છે. ઊનાઅને ગીર ગઢડા તાલુકાના સેકડો લોકો ના આસ્થા નું કેન્દ્ર છે. ત્યાં મોડી રાત્રિ ના કોઈ જાણ ભેદુ તસ્કરો ત્રાટકયા હતા અને મંદિરની અને પરિસરની લાઈટો બંધ કરી મંદિરના દરવાજા તાળા અને નકૂચા તોડી મંદિર ના ગર્ભગળહમાં હનુમાનજી ની મૂર્તિ ફરતી ચાંદીની ફ્રેમ ૭ કિલો ૯૯૩ ગ્રામ ની કાઢી લઈ ગયેલ અને હનુમાનજી ને ચડાવેલ ચાંદીનો મુગટ એક વજન ૧ કિલો ૪૮૮ ગ્રામ, ચાંદીની રુદ્રાક્ષની નાની મોટી માળા પેંડલ સહિત નગ ૪ વજન ૧૫૦ ગ્રામ, ચાંદીની નાની મોટી ગદા નગ ૨ વજન ૧ કિલો ૨૦ ગ્રામ મળી કુલ ૧૦ કિલો ચાંદી તેમજ મંદિરના પરિસરમાં રાખેલ દાન પેટી તોડી તેમાં રહેલ અંદાજિત રૂપિયા ૨૦૦૦૦/ અને સી.સી. ટીવીના ડી.વી.આર. રૂપિયા ૫૦૦૦/ મળી ૮,૭૮,૬૦૦ રૂપિયા ની ચોરી કરી નાસી ગયાની પોલીસ સ્ટેશનમા મંદિરના પૂજારી અને મેનેજિંગ ટ્રસ્ટી નટુભાઈ કરશનભાઈ દેવમુરારી એ નોંધાવી છે. પોલીસએ ચાંદી ની વર્તમાન કિંમત ને બદલે જૂની કિંમત મુજબ ગણતરી કરી હોવાનું જાણવા મળે છે.
આ હનુમાન મંદિરે મેનેજીંગ ટ્રસ્ટી નટુભાઈ ૪૩ વરસ થી સેવા પૂજા કરે છે.તે રાત્રે બાર પછી તેમના રૂમમાં સૂઈ ગયા હતા. વહેલી સવારે ઉઠતા તપોવનના બાપુની ચરણ પાદુકા રાખેલ રૂમમાં દર્શન કરવા જતા રૂમમાં બધું વેર વિખેર હતું. મંદિરના દરવાજાના તાળા અને નકૂચા તૂટેલ હતા, મંદિર ની પાછળ આવેલ રૂમની બારીની લોખંડની ગ્રિલ કાપેલ હતી અને રૂમમાં રાખેલ સી.સી. ટીવી કેમેરાનું ડી.વી.આર. પણ વાયર તોડી તસ્કરો લઈ ગયા હતા. તેથી તસ્કરો એ પહેલા રેકી કરી પૂર્ણ જાણકારી મેળવી ચોરી કરી હતી. મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નટુભાઈ કરશનભાઈ દેવમુરારી મંદિર ના ટ્રસ્ટીઓ અને સેવકોને બોલાવી વાત કરી હતી અને ઊના પ્રાંત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીને ફોનથી જાણ કરતા ચૌધરી અને ઊનાના પોલીસ ઇન્સ્પેકટર એન.બી. ચૌહાણ અને ડી સ્ટાફ સાથે તુરંત આવી ફરિયાદ નોંધી તસ્કરો ને પકડવા તજવીજ શરૂ કરી છે. પોલીસ ને જાણવા મુજબ તસ્કરો નદી માંથી આશ્રમ તરફ આવેલ હોય. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફ. એસ. એલ. ટીમ ને બોલાવી છે.અગાઉ ૧૯૮૨ના વરસમાં પણ આજ મંદિર માં ચોરી થઇ હતી. રોકડ રૂપિયા ની તે પણ હજુ અણઉકેલ છે. આ ચોરી ના તસ્કરો અને મુદામાલ તુરંત પકડાય જાય તેવી આશ્રમ ના ભક્તોની માગણી ઉઠી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
