News of Monday, 17th November 2025
મુળીના લીમલી ગામે ગૌચર જમીન પર ખનિજ ચોરી પર દરોડા
ચોટીલા પ્રાંત અધિકારીએ પાડ્યા દરોડા : ૩.૨૦ કરોડનો મુદામાલ જપ્ત : ૨ જેસીબી અને ૬ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા

વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરી ખનીજ માફિયાઓ દ્વારા બંધ કરવાનું નામ નથી લેવામાં આવી રહ્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત રેતી ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને સરકારી જમીન ઉપર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકાના છેવાડાના લીંમલી ગામના સરકારી ગૌચર સર્વે નંબર વાળી જમીન બે અલગ અલગ જગ્યાએ તદન ગેરકાયદેસર ખનન કરી માટી / રેતી નું ખૂબ જ મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાનું ધ્યાને આવતા નીચે મુજબ ના વાહનો ઝડપી પાડવામાં આવ્યા.
જપ્ત કરવામાં આવેલ (૧) ૨ (બે ) જેસીબી, (૨) ૬( છ) ડમ્પર
મળી કુલ ૮(આઠ) વાહનોના કુલ ૩,૨૦,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા ત્રણ કરોડ વિશ લાખ પૂરા ) ની રકમ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે.
આ સરકારી ગૌચરમાં ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું.
આ બંને ઈસમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ બંને ઈસમો કોઈ પણ પ્રકારની બીક વગર અને છેવાડાનું ગામ હોવાથી કોઈ અધિકારી ગામ માં આવી શકે નહીં એમ માની ધોળા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી /રેતીનુ ખનન કરતા હોવાનું તપાસ માં જાણવા મળ્યું.
વાહન ચાલકોના નિવેદનો લઈ વાહન માલિકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
વધુમાં સરકારી ગૌચર જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કરેલ ખોદકામ અંગે માપણી અંગે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સાથે સાથે લીમલી ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
