News of Monday, 17th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં એકાએક વધારોઃ નલીયામાં ૧૦.૮ ડિગ્રી
રાત્રે અને વહેલી સવારે શિયાળો જામ્યોઃ જોકે બપોરે હજુ ગરમી યથાવત

રાજકોટ, તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં એકાએક વધારો થયો છે લોકો ધીમે ધીમે ઠંડીમાં ઠુંઠવાઇ રહયા છે. આજે કચ્છના નલીયામાં ૧૦.૮ ડિગ્રી, રાજકોટમાં ૧૪, ભુજમાં ૧પ.ર, અમરેલીમાં ૧૧.૪ ડિગ્રી, જામનગરમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોએ તો લઘુતમ તાપમાન ૧૩.પ સેગ્રી, મહતમ તાપમાન ૩૦.૮ સેગ્રી, ભેજનું પ્રમાણ પપ ટકા, પવનની ગતિ ૪.૬ કિ.મી. રહી હતી.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા બાદ હવે ઝાકળ વર્ષા નો અનુભવ સુરેન્દ્રનગર વાસિઓ દ્વારા કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે ઝાકળ વર્ષાનો અનુભવ શહેરીજનો દ્વારા કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર નું તાપમાન સતત ગગડી રહ્યું છે અને ઠંડીનું જોર વધી રહ્યું છે એક બાજુ ગરમ કપડાઓની બજારોમાં પણ હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૧૫ ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગરના વઢવાણ નજીક ઝાકળ વર્ષા થવા પામી છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો જોર વચ્ચે તે પ્રકારની શકયતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથો સાથ ઝાકળવર્ષાના કારણે ઠંડીનો ચમકારો પણ શહેરીજનોએ અનુભવ્યો છે. ઝાકળના કારણે વહેલી સવારે વાહન ચાલકોને પણ વાહનોની લાઈટો ચાલુ રાખવા મજબૂર બનવું પડ્યું હતું. હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી હતી ઝાકળવર્ષા વચ્ચે રમણીય વાતાવરણ પણ સર્જાઈ જવા પામ્યું હતું.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૪.૮
અમરેલી ૧૧.૪
બરોડા ૧ર.૪
ભાવનગર ૧પ.૯
ભુજ ૧પ.ર
દમણ ૧૮.ર
ડીસા ૧૩.૬
દીવ ૧પ.૬
દ્વારકા ૧૯.પ
ગાંધીનગર ૧ર.૮
જામનગર ૧૩.પ
કંડલા ૧૬.૧
નલિયા ૧૦.૮
ઓખા રર.૭
પોરબંદર ૧૪.૦
રાજકોટ ૧૪.૦
સુરત ૧૯.૪
વેરાવળ ૧૯.૧
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
