<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

કચ્છમાં રંગત જમાવતો સાંસદ ખેલ મહોત્સવ’ : કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ સ્પર્ધાઓનુ આયોજન

આવા અવસર યુવાનોમાં ખેલ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો કરવાની સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપે છે : સાંસદ વિનોદભાઈ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ગત તા.૨૧ સપ્ટેમ્બર થી ‘સાંસદ ખેલ મહોત્સવ -2025’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગઈકાલે રવિવારના રોજ એમ.એસ.વી. હાઈસ્કુલ, ગામ : માધાપર, તા.ભુજ-કચ્છ ખાતે એથલેટીક્સનો આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક સાથે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર દોડનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ તમામ વિવિધ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં સૌ ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ એ જણાવ્યું કે આવા અવસર યુવાનોમાં ખેલ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો કરવાની સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવશ્રીઓ દ્વારા તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ વાલજીભાઈ આહીર, પારૂલબેન કારા, દિનેશભાઈ ઠક્કર, જગદીશભાઈ, તુશારીબેન, આશીકાબેન ભટ્ટ, શંભુભાઈ જરૂ, પ્રિન્સીપાલશ્રી મહેશભાઈ ઝાલા, પ્રેમજીભાઈ મન્ગેરીયા, દીપકભાઈ ડાંગર, શ્રી નીલાયાભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ ખોખાની, વિનોદભાઈ પીન્ડોરીયા, ભરતભાઈ આહીર, રમેશભાઈ આહીર, પ્રાણલાલભાઈ નામોરી, રવિભાઈ ગરવા, વિજયભાઈ રાજપૂત  મનોજભાઈ લુહાર, કોચ મનોજ સાહેબ, મીતભાઈ ધામેચા, શીવાભાઈ બુધ્ધ્ભટી, ચોહાણ ગોપી,  ઉપસ્થિત રહ્યા સાથે સમગ્ર સંચાલન ડી. એલ.ડાકીએ સંભાળી હતી.

(12:22 PM IST)