તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
શ્રી સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવા યુવાનોને અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
મોરબીમાં ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈઃ બહોળી સંખ્યામાં મહાનુભાવો નાગરિકો જોડાયા : આર્ય સમાજ સંસ્થા ટંકારા થી મહાનુભાવોએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું: હરબટીયાળી ખાતે સમાપન થયું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૭: સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી અને સરદાર પટેલના જીવનના પ્રસંગો વર્ણવી તેમની નીડરતા અને વિચારોને આજની યુવા પેઢીને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો છે. સરદાર પટેલ કે, જેમણે દેશ દુનિયાને અખંડિતતાનો સંદેશો આપ્યો એવા લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે.
વક્તાશ્રી અનિરુદ્ધસિંહ પઢિયારે લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદી અને સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું.
આર્ય સમાજ ટંકારા ખાતે મહાનુભાવોએ શ્રી સરદાર પટેલની ઙ્કતિમાને ફૂલહાર તેમજ સુકરની આંટી પહેરાવી હતી. તેમજ લીલી જંડી બતાવી આ યાત્રાનું ઙ્કસ્થાન કરાવ્યું હતું. હરબટીયાળી ખાતે...... કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ટંકારા સર્કિટ હાઉસ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ ટંકારા દ્વારા આ યાત્રાનો ફુલહાર તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ યાત્રામાં મહાનુભાવો, અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
