<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ધોરાજી ખાતે રાજકોટ પોરબંદર નવી ટ્રેનની સાથે કેન્‍દ્રીય મંત્રીનું સ્‍વાગત કરાયું

ધોરાજી તા.૧૭: સૌરાષ્‍ટ્ર વેસ્‍ટર્ન પેસેન્‍જર એસોસિએશન છેલ્લા દસ વર્ષથી પોરબંદર વાયા વાંસ જાળીયા જેતલસર રાજકોટ  રૂટ ઉપર વધુ ટ્રેન મળે તે માટે લડત હતી. જેમાં સ્‍વર્ગસ્‍થ મનોજભાઈ પારેખ એ આ લડાઈને આખરી ઓપ આપે ત્‍યાં સુધી લડ્‍યા હતા અને પોરબંદર રાજકોટ વાયા જેતલસર વિસ્‍તારના લોકોને વધુ નવી ટ્રેન મળે તે માટે લડત ચાલુ રાખી હતી.

જેમાં વિઠ્ઠલભાઈ કોરડીયા, કિશોરભાઈ રાઠોડ, જયંતીભાઈ કાલાવડીયા, દિલીપભાઈ હોતવાણી, ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમા વિગેરે જામજોધપુર ભાયાવદર ઉપલેટા મોટી પાનેલી ધોરાજી વાંસ જાળીયા વિગેરે ગામોના સામાજિક ક્ષેત્રના આગેવાનો સૌરાષ્‍ટ્ર વેસ્‍ટર્ન પેસેન્‍જર એસોસિએશનમાં જોડાયા હતા અને લાંબી માંગણી બાદ બે નવી ટ્રેનો આ વિસ્‍તારના લોકોને મળતા જેનુ  શુક્રવારે મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ સાંસદ રામભાઈ મોકરીયા તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ભાવનગર ડિવિઝનના સલાહકાર સભ્‍ય જેતપુર ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસીએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, રાજકોટ જિલ્લા સંઘના પ્રમુખ દિનેશભાઈ ભુવા, પોરબંદર રાજકોટ જિલ્લાના ધારાસભ્‍યશ્રીઓ અને સંગઠનના વિમલભાઈ કોયાણી વિગેરે હોદ્દેદારોની હાજરીમાં રાજકોટથી પોરબંદર જવા ટ્રેન રવાના થઈ હતી તેને લીલો ધ્‍વજ ફરકાવી ટ્રેનની વિદાય આપી હતી અને વિવિધ સેન્‍ટરોમાં સ્‍વાગત કરાયું હતું. બાદ બપોરે ધોરાજી ખાતે આવી પહોંચતા સૌરાષ્‍ટ્ર વેસ્‍ટર્ન પેસેન્‍જર એસોસિએશનના વિઠ્ઠલભાઈ કોરડીયા, કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી રાજુભાઈ યાદવ, જે જે વિરાણી વિગેરે આગેવાનો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

 આ સાથે ધોરાજી રેલ્‍વે સ્‍ટેશન ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ તેમજ વિવિધ સંસ્‍થાઓના આગેવાનો મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે રેલવેને પુષ્‍યવળષ્ટિ કરીને અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:31 PM IST)